Japan Earthquake : જાપાનમાં ફરી ધરા ધ્રુજી, 6.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
Japan Earthquake : જાપાનમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. રવિવારની સાંજે ઉત્તર જાપાનના હોક્કાઇડો પ્રીફેક્ચરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી છે. આ અંગે જાપાનની હવામાન એજન્સી દ્વારા માહિતી આપી છે.
જાપાનમાં આવેલા આ ભૂકંપનું કેન્દ્ર ઉરકાવાના કિનારે 140 માઈલ ઊંડે હતું. એજન્સીએ જણાવ્યું હતું કે, આ ભૂકંપના કારણે સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. હજૂ સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા 26મી મેના રોજ જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. ગયા મહિને 6 મેના રોજ પણ જાપાનમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
6 મેના રોજ આવેલા ભૂકંપમાં 1 વ્યક્તિનું મોત થયું હતું અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, હોન્શુના પશ્ચિમ કિનારે ઇશિકાવા પ્રીફેક્ચરમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.












Click it and Unblock the Notifications
