Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જાપાનમાં મૂશળાધાર વરસાદ, ભેખડ ધસવાથી 32 લોકોના મોત

પશ્ચિમી જાપાનમાં ચાલી રહેલા મૂશળાધાર વરસાદના કારણે ભયંકર ભેખડ ધસવાની ઘટના ઘટી છે જેના પગલે 32 લોકોના મોત નિપજ્યા છે, 13 લોકો હજી સુધી ગુમ છે. સરકારે આજે જણાવ્યું કે ભેખડ ધસવાને કારણે ઘણા ઘરો કાળની ગર્તામાં સમાઇ ગયા. ટેલિવિઝન પર પ્રસારિત તસવીરો અનુસાર હિરોશિમામાં ગઇકાલે રાત્રે પહાડી વિસ્તારમાં થયેલા જોરદાર વરસાદના કારણે ભેખડ ધસવાની ઘટના ઘટી હતી, જેમાં ઘણા ઘરો દફન થઇ ગયા. ઘટનાસ્થળ પર બચાવદળના અધિકારીઓ બચાવ કામગીરીમાં લાગેલા છે.

કેબિનેટ કાર્યાલયના વિપદા પ્રબંધન કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું કે નેશનલ પોલીસ ડિપાર્ટમેન્ટ અનુસાર મરનારાઓની સંખ્યા વધીને 32 સુધી પહોંચી ગઇ છે જ્યારે અન્ય 13 લોકોના ગુમ થયાના સમચાર છે. મરનારાઓની સંખ્યા પહેલા ચાર કહેવામાં આવતી હતી જેમાંથી વધીને 13 અને બાદમાં આ આંકડો 32 સુધી પહોંચી ગયો. જોકે ઇમરજન્સી વિભાગના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધી કેટલાં લોકોના જીવ ગયા છે તે જણાવવું ઉતાવળ કહેવાશે.

japan
હિરોશિમા ફાયરબ્રિગેડ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું, અત્યાર સુધી વિપદાનું સંપૂર્ણ આકલન નથી થઇ શક્યું. એક બચાવકર્મીએ જણાવ્યું કે પીડિતોમાં એક બે વર્ષીય બાળક અને એક 77 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.

વિપદા સેવાના એક અન્ય પ્રવક્તાએ જણાવ્યું કે ઘણા લોકો હજી ગુમ છે પરંતુ હજી સુધી તેમના ગુમ થયાની ખરાઇ કરી શકાઇ નથી. તેમણે એએફપીને જણાવ્યું કે એવા ઘણા સ્થળોને ચિહ્નિત કરવામાં આવ્યા છે જ્યા લોકોના દડાયા હોવાની આશંકા છે પરંતુ હજી સુધી એ જાણી શકાયું નથી કે કેટલા લોકો ગુમ છે. ઓછામાં ઓછા બે રિપોર્ટ અનુસાર બચાવ અભિયાન દરમિયાન ભેખડ ધસવાની ઘટનામાં 53 વર્ષીય એક બચાવકર્મીનું મૃત્યું થયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X