For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાપાનમાંથી હટાવાઈ ઈમરજન્સી, શિંઝો આબેએ કહ્યુ - આજથી નવી જિંદગીની શરૂઆત

જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેએ ગુરુવારે જણાવ્યુ છે કે તેમના દેશના મોટાભાગના ભાગોમાં કોરોના વાયરસ માટે જે ઈમરજન્સી લગાવવામાં આવી હતી તેને હટાવી લેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેએ ગુરુવારે જણાવ્યુ છે કે તેમના દેશના મોટાભાગના ભાગોમાં કોરોના વાયરસ માટે જે ઈમરજન્સી લગાવવામાં આવી હતી તેને હટાવી લેવામાં આવી છે. જો કે રાજધાની ટોકિયો અને ઓસાકામાં હજુ ઈમરજન્સી ચાલુ રહેશે. પીએમ આબેએ કહ્યુ છે કે આજે એક નવી જિંદગીની શરૂઆત છે અને આશા છે કે આવનારા દિવસો સામાન્ય રહેશે.

hinzo Abe

આશા છે કે હવે બધુ ઠીક થઈ થશે

જાપાનના પીએમ આબેએ ટીવી પર રાષ્ટ્રના નામે સંબોધન કર્યુ અને આ વાતનુ એલાન કર્યુ. તેમણે કહ્યુ, આજે અમે નિર્ણય કર્યો છે કે 47માંથી 39 પ્રાંતોમાં ઈમરજન્સી હટાવી લેવામાં આવશે. ટોકિયો ઉપરાંત ઓસાકા, ક્યોટો અને હોકાઈદો સિહત સાત પ્રાંતોમાં હજુ ઈમરજન્સી ચાલુ રહેશે. આ પ્રાંતોને હાઈ રિસ્કવાળી જગ્યાઓમાં રાખવામાં આવ્યા છે. જાપાને સાત એપ્રિલે એક મહિના માટે ટોકિયો અને છ શહેરી પ્રાંતોમાં ઈમરજન્સીનુ એલાન કર્યુ હતુ. ત્યારબાદ આખા દેશમાં આને 31 મે સુધી વધારવામાં આવ્યુ હતુ. દેશમાં સંક્રમણના કેસોમાં ઘટાડો થતા આબેએ નિર્ણય કર્યો કે દેશની અર્થવ્યવસ્તાને આગળ વધારવા માટે પ્રતિબંધોમાં ઢીલ આપવી જરૂરી છે.

તે ઈચ્છે છે કે દેશમાં અર્થવ્યવસ્થા અને બિમાી વચ્ચે બચાવની વચ્ચે એક સંતુલન જળવાઈ રહે. જો કે તેમણે લોકોને ચેતવણી પણ આપી છે કે સંક્રમણના કેસ ફરીથી આવી શકે છે માટે ખુદને સુરક્ષિત રાખો. આબેએ કહ્યુ કે વિશેષજ્ઞ આગલા સપ્તાહે એક મીટિંગ કરશે અને નિર્ણય લેશે કે બચેલા ભાગોમાં પ્રતિબંધોને હટાવવામાં આવે કે પછી ચાલુ રાખવામાં આવે. તેમણે મે મહિનાના અંત સુધી કોરોના મહામારીને નિયંત્રિત કરવાનુ વચન આપ્યુ છે. જાપાનમાં 16 હજારથી વધુ કન્ફર્મ કેસ છે જ્યારે મહામારીથી 680 લોકોના મોત થયા છે.

ગુજરાતઃ લૉકડાઉન વચ્ચે PWDએ શરૂ કરી પોતાની પરિયોજનાઓ, 10 હજાર કરોડના પ્રોજેક્ટ ચાલુગુજરાતઃ લૉકડાઉન વચ્ચે PWDએ શરૂ કરી પોતાની પરિયોજનાઓ, 10 હજાર કરોડના પ્રોજેક્ટ ચાલુ

English summary
Japan lifts Coronavirus state of emergency in most regions says PM Shinzo Abe.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X