For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેફ બેઝોસ ત્રણ સાથીઓ સાથે અવકાશી સફર પુરી કરી પાછા ફર્યા

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસ તેની ડ્રિમ અંતરિક્ષ ફ્લાઈટમાં અવકાશનો પ્રવાસ કરી ધરતી પર પરત ફર્યા છે. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ 11 મિનિટની અંતરિક્ષ યાત્રા પછી પૃથ્વી પર પાછા ફર્યા.

|
Google Oneindia Gujarati News

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસ તેની ડ્રિમ અંતરિક્ષ ફ્લાઈટમાં અવકાશનો પ્રવાસ કરી ધરતી પર પરત ફર્યા છે. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ 11 મિનિટની અંતરિક્ષ યાત્રા પછી પૃથ્વી પર પાછા ફર્યા. તેમની સાથે બીજા ત્રણ યાત્રી હતા. જેમાં જેફનો ભાઈ માર્ક, 82 વર્ષીય વૈલી ફંક અને 18 વર્ષિય ઓલિવર ડેમનનો સમાવેશ થાય છે.

Jeff Bezos

જેફ બેઝોસ તેના ત્રણ સાથીઓ સાથે મંગળવારે ભારતીય સમય મુજબ સાંજે 6 વાગ્યે અને 42 મીનિટે અવકાશના પ્રવાસે રવાના થયા હતા અને પ્રવાસ પૂરો કરીને પાછા ફર્યા હતા. તેમની આ ઉડાન સફળ થતા 82 વર્ષીય ફંક વિશ્વના સૌથી વૃદ્ધ અવકાશયાત્રી બન્યા છે. 18 વર્ષની ઉંમરે ઓલિવર ડેમન સૌથી યુવા અંતરિક્ષયાત્રી બન્યો. ઓલિવરે તાજેતરમાં હાઇ સ્કૂલ પુરી કરી છે. 57 વર્ષીય બેઝોસ અવકાશમાં મુસાફરી કરનારા બીજા અમીર વ્યક્તિ બન્યા છે. તેમના પહેલાં બ્રિટિશ ઉદ્યોગપતિ રિચાર્ડ બ્રાન્સને ઉડાન ભરી હતી.

બેઝોસ અને તેની ટીમ જે ઓટોનોમસ એટલે કે વગર પાયલટના રોકેટમાં ગયા હતા. ન્યુ શેફર્ડ રોકેટ એક સબઓર્બિટલ ફ્લાઇટ છે અને તે અવાજની ગતિથી ત્રણ ગણી ઝડપે અવકાશમાં જાય છે. તેની કેપ્સ્યુલમાં 6 સીટ છે. આ કેપ્સ્સુલ રોકેટ સૌથી વધુ ઉંચાઈએ પહોંચતા અલગ પડે છે. ગુરુત્વાકર્ષણના શુન્ય હોવાના કારણે થોડી વાર એમ જ રહીને ત્યારબાદ પૃથ્વી તરફ રવાના થઈ જાય છે.

English summary
Jeff Bezos created history, returned safely after traveling to space with his three companions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X