For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Oath Ceremony: જો બાઈડેન અને કમલા હેરિસનો આજે શપથગ્રહણ, સમારંભમાં શામેલ નહિ થાય ટ્રમ્પ

અમેરિકાના નવ નિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ આજે યુએસ કેપિટલમાં શપથ લેશે.

|
Google Oneindia Gujarati News

Joe Biden-Kamala Harris to be sworn in as President and Vice President Today: અમેરિકાના નવ નિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ આજે યુએસ કેપિટલમાં શપથ લેશે. ભારતીય સમયાનુસાર શપથ ગ્રહણ સમારંભ રાતે 10.30 વાગે રાષ્ટ્રગાન સાથે શરૂ થશે. કમલા હેરિસને સુપ્રીમ કોર્ટના જજ સોનિયા સોટોમેયર પદના શપથ અપાવશે અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ જૉન રૉબર્ટસ બાઈડેનને શપથ અપાવશે. તમને જણાવી દઈએ કે જો બાઈડેન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ છે.

joe bided-kamla harris

શપથ ગ્રહણ પહેલા વૉશિંગ્ટન ડીસીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પહેલા વાર 25 હજાર અમેરિકી સૈનિકોની તૈનાતી વૉશિંગ્ટનમાં થઈ છે. વળી, જો બાઈડેન અને કમલા હેરિસ કેપિટલ હિલ સામે શપથ લેશે. આ જગ્યાએ 6 જાન્યુઆરીના દિવસે ટ્રમ્પના સમર્થકોએ હિંસક પ્રદર્શન કર્યુ હતુ અને કેપિટલ બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા માટે હાલમાં વૉશિંગ્ટન કિલ્લામાં તબદીલ થઈ ચૂક્યુ છે.

ક્યાં જોશો શપથ ગ્રહણ સમારંભ?

અમેરિકાના 59મા રાષ્ટ્રપતિ શપથ ગ્રહણ સમારોહનું અમેરિકાના બધાં જ મોટા ન્યૂઝ નેટવર્ક એબીસી, સીબીએસ, સીએનએન, એનબીસી વગેરે લાઈવ પ્રસારણ કરશે. આ ઉપરાંત bideninaugural.org/watch/ પર લાઈ સ્ટ્રીમ પણ કરાશે. આની સાથે જ બિડેનના શપથ ગ્રહણ સમારોહની ટીમ પોતાના ફેસબુક, યૂટ્યૂબ અને ટ્વિટર પેજ પર પણ ટેલિકાસ્ટ કરશે. આ ઉપરાંત એમેઝોન પ્રાઈમ વીડિયો, માઈક્રોસોફ્ટ બિંગ, ફોક્સ કે ન્યૂઝ નાઉ પર પણ લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશો.

ફેરવેલ સ્પીચમાં બોલ્યા ટ્રમ્પ - રાજકીય હિંસા સહન કરી શકાય નહિ

શપથ ગ્રહણ પહેલા પોતાના વિદાય ભાષણમાં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે છેલ્લી વાર અમેરિકાની જનતાને સંબોધિત કરી. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) પોતાની સરકારની ઉપલબ્ધિઓની પણ યાદ અપાવી. સાથે જ તેમણે અમેરિકી સંસદ કેપિટલ હિલ(capitol hill attack) પર થયેલ હિંસક હુમલાની નિંદા પણ કરી. ટ્રમ્પે કહ્યુ કે રાજકીય હિંસા ક્યારેય સહન કરી શકાય નહિ. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 3 નવેમ્બરે થયેલ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્ર્મ્પને ડેમોક્રેટિક નેતા જો બાઈડેન(Joe Biden)ના હાથે હારનો સામનો કરવો પડ્યો.

વિદાય ભાષણમાં ટ્રમ્પ બોલ્યા - રાજકીય હિંસા સહન કરી શકાય નહિવિદાય ભાષણમાં ટ્રમ્પ બોલ્યા - રાજકીય હિંસા સહન કરી શકાય નહિ

English summary
Joe Biden-Kamala Harris to be sworn in as President and Vice President today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X