કાબુલ એરપોર્ટ હુમલો: ISIS અને તાલિબાન બંનેએ સ્વીકારી જવાબદારી

Written By:
Subscribe to Oneindia News

બુધવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના હામિદ કરઝઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રોકેટ વડે હુમલો કરવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાન મીડિયાના અહેવાલો અનુસાર, એરપોર્ટ પર 20થી 30 રોકેટ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેને કારણે તાત્કાલિક એરપોર્ટ ખાલી કરાવવું પડ્યું હતું. આ ઘટના બાદ તમામ ફ્લાઇટ પણ રદ્દ કરવામાં આવી હતી. મીડિયાના અહેવાલો અનુસાર, તમામ રોકેટ એરપોર્ટ પાસે પડ્યા હતા, પરંતુ તેમનું ખરું નિશાન નાટો બસ હતી.

kabul airport

નોંધનીય છે કે, અમેરિકન રક્ષા મંત્રી જેમ્સ મેટિસ કાબુલ એરપોર્ટ પહોંચ્યા બાદ ત્યાં હુમલો થયો હતો. રક્ષા મંત્રીની ફ્લાઇટ લેન્ડ થયાની ગણતરીની મિનિટોમાં જ ત્યાં રોકેટ પડ્યા હતા. જો કે, આ ઘટનામાં કોઇ નુકસાન થયા હોવાના સમાચાર નથી. અફઘાનિસ્તાનની ટોલો ન્યૂઝના અહેવાલો અનુસાર, તાલિબાન દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે અને તેમના નિશાના હતા યુએસના રક્ષા મંત્રી જેમ્સ મેટિસ. તો બીજી બાજુ, ન્યૂઝ એજન્સિ રોયટર્સ અનુસાર ઇસ્લામિક સ્ટેટ દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે.

English summary
20-30 rockets attack Kabul Airport, Taliban and ISIS both claim responsibility.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.