For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન કોમામાં છે, બહેન કિમ યો જોંગ સંભાળશે જવાબદારી

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન કોમામાં છે, બહેન કિમ યો જોંગ સંભાળશે જવાબદારી

|
Google Oneindia Gujarati News

સિયોલઃ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન કોમામાં છે અને જલદી જ તેમની નાની બહેન કિમ યોજોંગ દેશના નિયંત્રણને પોતાના હાથોમાં લેશે. આ ચોંકાવનારો દાવો સાઉથ કોરિયાના પૂર્વ પ્રેસિડેન્ટ કિમ દે જંગના નજીકના એક શખ્સે કર્યો છે. તેમમે આ દાવો એવા સમયે કર્યો જ્યારે પાછલા દિવસોમાં સમાચાર આવ્યા હતા કે કિમ જોંગે અમેરિકા અને સાઉથ કોરિયા સાથે જોડાયેલ મામલાની જવાબદારી પોતાની બહેનને સોંપી દીધી છે.

kim jong un

તખ્ત પલટાની પણ આશંકા

ચાંગ સોંગ મિને કિમ દે જોંગના રાજનૈતિક મામલાના સચિવ તરીકે પોતાની જવાબદારી નિભાવી હતી. તેઓ સાઉથ કોરિયાના વિદેશ મામલાની દેખરેખ રાખતા વિભાગના મુખ્યા પણ રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ દાવો કર્યો કે નોર્થ કોરિયાાં કોઈ નેતા બાજી અધિકારીને કોઈ જવાબદારી ખુબ બીમાર હોય ત્યારે જ સોંપે છે અથવા તો તેને તખ્તપલટાથી તેને બેદખલ કરી દેવામાં આવે છે. ધી કોરિયન હેરાલ્ડે પોતાના હવાલેથી લખ્યું, 'મારું અનુમાન છે કે તે કોમામાં છે પરંતુ જિંદગી હજી ખતમ નથી થઈ.' તેમણે આગ કહ્યું, 'એક સંપૂર્ણ ઉત્તરાધિકારની રચના હજી નથી થઈ માટે કિમ યો જોંગને ખાલી જગ્યા ભરવા માટે લાવવામાં આવ્યો છે કેમ કે બહુ લાંબા સમય સુધી આવું ના ચાલી શકે.' ચાંગે દાવો કર્યો કે ચીનમાં હાલના એક સૂત્ર તરફથી તેમને આ જાણકારી આપી કે કિમ જોંગ કોમામાં છે.

ફોટોગ્રાફને ખોટા ગણાવ્યા

અખબાર મુજબ સિયોલની ઈન્ટેલિજેન્સ એજન્સીએ બંધ રૂમમાં થયેલ મીટિંગમાં સાંસદોને જણાવ્યું કે કિમે એવા ઈંતેજામ કરી લીધા છે કે તે પોતાના ખાસ વિશ્વાસુ વ્યક્તિ સાથે પોતાના અધિકારો અને જવાબદારીઓ શેર કરશે. નેશનલ ઈંટેલીજેન્સ એજન્સીએ કહ્યું કે આ નવી સિસ્ટમ કોઈપણ ગંભીર મામલા સાથે જોડાયેલ નથી. ચાંગ કી તરફથી આ વાતો ત્યારે કહેવામાં આવી રહી છે જ્યારે પાછલા કેટલાય મહિનાથી નોર્થ કોરિયાના તાનાશાહ જનતાની નજરમાં નથી આવ્યા. તેમના સ્વાસ્થ્યને લઈને પણ કેટલાય પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. 11 એપ્રિલે પોતિલ બ્યૂરોની મીટિંગમાં તેમને છેલ્લીવાર જોવામાં આવ્યા હતા. જે બાદ સાઉથ કોરિયાના પ્રેસિડેન્ટ મૂન જે ઈનના સુરક્ષા સલાહકારે આ તમામ અટકળો પર વિરામ લગાવી દીધો હતો અને કહ્યું કે કિમ જોંગ સંપૂર્ણપણે ઠીક છે અને જીવિત છે. પરંતુ બે મેના રોજ તેઓ એક ફર્ટિલાઈઝર ફેક્ટરીના ઉદ્ઘાટનમાં જોવા મળ્યા હતા અને નોર્થ કોરિયાની એજન્સી કેસીએનએ તરફથી તસવીરો પણ જાહેર કરવામાં આવી હતી. આ તસવીરો વિશે ચાંગનું કહેવું છે કે કિમના રિલિઝ કરાયેલા તમામ ફોટોગ્રાફ્સ ખોટા છે.

કોરોનાથી બચવા ગુજરાતની અડધી વસ્તીને અપાઈ આ હોમિયોપેથી દવા, આવ્યુ આ પરિણામકોરોનાથી બચવા ગુજરાતની અડધી વસ્તીને અપાઈ આ હોમિયોપેથી દવા, આવ્યુ આ પરિણામ

English summary
Kim Jong Un is in a coma, sister Kim Yoo Jong will take charge
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X