For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિમ જોંગ ઉને દક્ષિણ કોરીયાની સીમા પર મોકલ્યા 180 ફાઇટર જેટ, વિશ્વમાં ફફડાટ

ઉત્તર કોરીયા અને દક્ષિણ કોરીયા વચ્ચે દુશ્મની જગ જાહેર છે. ઉત્તર કોરીયાના તાનાશાહ કિમ જોંગ ઉન હંમેશા બેબાક ધમકી આપતા રહે છે. તેમણે અમેરિકાને પણ ચેતવણી આપી છે. આ સાથે હવે દક્ષિણ કોરિયાની સૈન્યએ પુષ્ટિ કરી છેકે ઉત્તર કોરિયા

|
Google Oneindia Gujarati News

ઉત્તર કોરીયા અને દક્ષિણ કોરીયા વચ્ચે દુશ્મની જગ જાહેર છે. ઉત્તર કોરીયાના તાનાશાહ કિમ જોંગ ઉન હંમેશા બેબાક ધમકી આપતા રહે છે. તેમણે અમેરિકાને પણ ચેતવણી આપી છે. આ સાથે હવે દક્ષિણ કોરિયાની સૈન્યએ પુષ્ટિ કરી છેકે ઉત્તર કોરિયાએ તેની સરહદ નજીક કિમ જોંગ ઉને 180 ફાઇટર જેટ મોકલ્યા છે. જે બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ 180 ફાઈટર જેટ લગભગ 4 કલાક સુધી દક્ષિણ કોરિયાની ઉત્તરીય સરહદ પર ફરતા રહ્યા હતા.

ભયનો માહોલ

ભયનો માહોલ

ઉત્તર કોરિયા દ્વારા છેલ્લા એક સપ્તાહમાં લેવામાં આવેલા પગલાથી સમગ્ર વિશ્વમાં ભય ફેલાયો છે. સમગ્ર વિશ્વમાં એક જ પ્રશ્ન છેકે ઉત્તર કોરિયા શું કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. દક્ષિણ કોરિયાની સેનાએ કહ્યું છે કે ઉત્તર કોરિયાના 180 થી વધુ વિમાનો તેની ઉત્તરીય સરહદ રેખા નજીક ઉડવાનું ચાલુ રાખ્યું છે. દક્ષિણ કોરિયાના સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાના આ વિમાનોએ કહેવાતી ટેક્ટિકલ લાઇન નજીક ઉડાન ભરી હતી.

દક્ષિણ કોરીયા અમેરિકા સાથે કરી રહ્યું છે યુદ્ધાભ્યાસ

દક્ષિણ કોરીયા અમેરિકા સાથે કરી રહ્યું છે યુદ્ધાભ્યાસ

ઉત્તર કોરિયાના આ વિમાનો મિલિટરી ડેમોન્સ્ટ્રેશન લાઇન (MDL) નજીક લગભગ 20 કિલોમીટરના વિસ્તારમાં ચાર કલાક સુધી સતત ઉડાન ભરી રહ્યા હતા. ઉત્તર કોરિયાના વિમાનો દક્ષિણ કોરિયાની બોર્ડર લાઇનના 20 કિલોમીટરની અંદર ઉડી રહ્યા હતા. દક્ષિણ કોરિયાની સેના તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે, ઉત્તર કોરિયાના વિમાનોના આગમન પછી, દક્ષિણ કોરિયાની સેનાએ તે વિસ્તાર તરફ 80 F-35A સ્ટીલ્થ ફાઇટર જેટ પણ મોકલ્યા હતા. દક્ષિણ કોરિયાની સૈન્યએ કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વિજિલન્ટ સ્ટોર્મ એર કવાયતમાં ભાગ લેનારા લગભગ 240 એરક્રાફ્ટ હજુ પણ સૈન્ય અભ્યાસ કરી રહ્યા છે.

આક્રમક થયા કિમ જોંગ ઉન

આક્રમક થયા કિમ જોંગ ઉન

તમને જણાવી દઈએ કે ગયા મહિને પણ ઉત્તર કોરિયાએ તેના 10 ફાઈટર પ્લેન દક્ષિણ કોરિયા તરફ મોકલ્યા હતા અને તેની સરહદની નજીક યુદ્ધાભ્યાસ કર્યો હતો. ત્યારબાદ દક્ષિણ કોરિયાએ પણ ઉત્તર કોરિયાના વિમાનોને બહાર કાઢવા માટે તેના જેટ મોકલ્યા હતા. અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે ચાલી રહેલી સંયુક્ત સૈન્ય કવાયત વચ્ચે ઉત્તર કોરિયાએ મોડી રાત્રે દક્ષિણ કોરિયા તરફ 80થી વધુ આર્ટિલરી શેલ છોડ્યા છે અને ગુરુવારે ઉત્તર કોરિયાએ સમુદ્રમાં મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું, જેમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઉત્તર કોરિયાએ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું પણ પરીક્ષણ કર્યું છે. એવી સંભાવના છે કે ઉત્તર કોરિયા ટૂંક સમયમાં પરમાણુ બોમ્બનું પરીક્ષણ કરવા જઈ રહ્યું છે, જેને લઈને અમેરિકાએ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.

English summary
Kim Jong Un sent 180 fighter jets near the border of South Korea
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X