આજે પાકિસ્તાન પહોંચશે કુલભૂષણ જાધવની માતા અને પત્ની

Written By:
Subscribe to Oneindia News

ભારતીય કેદી કુલભૂષણ જાધવની માતા અને પત્ની સોમવારે પાકિસ્તાન જશે. કુલભૂષણ તેની માતા અને પત્ની સાથે વિદેશ મંત્રાલયમાં મુલાકાત કરશે. આ સમયે ભારતીય નાયબ હાઇ કમીશનર જે.પી.સિંહ પણ તેમની સાથે ત્યાં હાજર રહેશે. જાધવની સાથે મુલાકાત થયા બાદ સોમવારે જ તેમના માતા અને પત્ની પાછા ભારત આવી જશે. નોંધનીય છે કે, ભારતીય વેપારી કુલભૂષણ જાધવ પર પાકિસ્તાને અનેક આરોપો લગાવ્યા હતા અને ત્યાંની એક કોર્ટે તેને મોતની સજા જાહેર કરી હતી. જેનો ભારત સરકારે ઇન્ટરનેશનલ કોર્ટમાં વિરોધ કર્યો હતો.

પાકિસ્તાને આપી માહિતી

પાકિસ્તાને આપી માહિતી

કુલભૂષણ જાધવ વિશે પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે શનિવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ભારતે અમને જણાવ્યું છે કે કમાન્ડર જાધવની માતા અને પત્ની 25 ડિસેમ્બરના રોજ એક વેપારી પ્લેનમાં આવશે અને તે જ દિવસે ભારત પરત આવી જશે.

15 થી 60 મિનિટ સુધી મુલાકાત

15 થી 60 મિનિટ સુધી મુલાકાત

મળતી માહિતી અનુસાર, કુલભૂષણ સાથે થનારી આ મુલાકાત 15 મિનિટથી લઈને 1 કલાક સુધી ચાલી શકે છે. પાકિસ્તાને 20 ડિસેમ્બરે જાધવની પત્ની અને માતાને ઇસ્લામાબાદ જવા માટે વિઝા તૈયાર કર્યા હતા. પાકિસ્તાની મીડિયામાં આવેલી માહિતી અનુસાર, પાકિસ્તાને કહ્યું હતું કે, જાધવની માતા અને તેમની પત્ની બને તેટલી જલદી કુલભૂષણ સાથે મુલાકાત કરી લે. કારણ કે હવે તેમની સાથે મુલાકાત કરવી મુશ્કિલ થઈ શકે છે.

ભારતે કર્યું દબાણ

ભારતે કર્યું દબાણ

પાકિસ્તાનની એક સૈન્ય કોર્ટે કુલભૂષણને મોતની સજા આપી હતી. તો બીજી તરફ ભારતે ઇન્ટરનેશનલ કોર્ટમાં પાકિસ્તાનની આ સજાને પડકારી હતી. ભારતની અપીલના કારણે પાકિસ્તાન કુલભૂષણ જાધવને ફાંસીની સજા નહી આપી શકે.

માર્ચ થઈ હતી ધરપકડ

માર્ચ થઈ હતી ધરપકડ

ઉલ્લેખનીય છે કે, કુલભૂષણ જાધવની પાકિસ્તાને માર્ચમાં ધરપકડ કરી હતી. જાધવ પર પાકિસ્તાનની જાસૂસી કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો અને તે આરોપ પર તેને મોતની સજા સંભળાવવામાં આવી હતી. જ્યારે આ સજા જાહેર કરવામાં આવી ત્યારે કુલભૂષણને તેનો પક્ષ રાખવા દેવામાં નહતો આવ્યો. આ વાત સાથે ભારતે ઇન્ટરનેશનલ કોર્ટમાં તે સજાને અટકાવા માટે દબાણ કર્યું હતું.

English summary
Kulbhushan Jadhav’s wife, mother to meet him in Pakistan on Dec 25.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.