For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાબુલના છેલ્લા પૂજારીએ ભાગવાનો કર્યો ઈનકાર, કહ્યુ - છેલ્લા શ્વાસ સુધી મંદિરમાં રહીશ

કાબુલથી પણ લોકોને બહાર લાવવાનુ કામ ઝડપથી ચાલી છે પરંતુ આ દરમિયાન રાજધાનીના એકમાત્ર પૂજારી પંડિત રાજેશ કુમારે રતન નાથ મંદિરને છોડવાનો ઈનકાર કરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

કાબુલઃ ભારત જ્યારે રવિવારે આઝાદીનો ઉત્સવ મનાવી રહ્યુ હતુ એ વખતે અફઘાનિસ્તાનની સત્તામાં તાલિબાનોએ પોતાની અધિકાર જમાવી લીધો. કાબુલમાં પ્રવેશ સાથે જ તાલિબાની આકાઓએ અફઘાન રાષ્ટ્રપતિ ભવનને પોતાના કબજામાં લઈ લીધુ. આ દરમિયાન રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પણ મોકો જોઈને દેશ છોડી દીધો. ઈન્ટરનેટ પર ચારે તરફ અફઘાન સ્થિતિના ફોટા અને વીડિયો જોઈ શકાય છે. ભારત સહિત ઘણા દેશોએ પોતાના નાગરિકોને ત્યાંથી બહાર લાવવાનુ શરૂ કરી દીધુ છે.

રતનનાથ મંદિરના પૂજારી છે પંડિત રાજેશ

રતનનાથ મંદિરના પૂજારી છે પંડિત રાજેશ

અફઘાનિસ્તાનમાં તાલિબાનના ડરના કારણે એરપોર્ટ અને બૉર્ડર પર લોકોની ભીડ જામેલી છે. સોમવારે મોડી સાંજે ભારતમાં પણ એક સ્પેશિયલ વિમાન મોકલીને 400થી વધુ નાગરિકોને એરલિફ્ટ કરવામાં આવ્યા. કાબુલથી પણ લોકોને બહાર લાવવાનુ કામ ઝડપથી ચાલી છે પરંતુ આ દરમિયાન રાજધાનીના એકમાત્ર પૂજારી પંડિત રાજેશ કુમારે રતન નાથ મંદિરને છોડવાનો ઈનકાર કરી દીધો છે.

પૂજારીએ કાબુલ છોડવાનો કર્યો ઈનકાર

પૂજારીએ કાબુલ છોડવાનો કર્યો ઈનકાર

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(આરએસએસ)ના મુખપત્ર ઑર્ગેનાઈઝરમાં છપાયેલા રિપોર્ટ મુજબ અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય રાજધાની કાબુલ સ્થિત રતન નાથ મંદિરના પૂજારી પંડિત રાજેશ કુમારે પોતાનો જીવ બચાવવા માટે શહેર છોડીને ભાગવાનો ઈનકાર કરી દીધો છે. રાજેશ કુમારનુ કહેવુ છે કે તેને ઘણા હિંદુઓએ કાબુલ છોડવા માટે કહ્યુ. તે પૂજારીના રહેવા, જમવા અને યાત્રાની વ્યવસ્થા પણ કરવાની રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ રાજેશ કુમારે તેમની સાથે જવાનો ઈનકાર કરી દીધો.

તાલિબાન મારી દે તો તે પણ સેવા છે

તાલિબાન મારી દે તો તે પણ સેવા છે

રાજેશ કુમારે કહ્યુ, 'મારા પૂર્વજોએ સેંકડો વર્ષો સુધી આ મંદિરની સેવા કરી. હું એને નહિ છોડુ. જો તાલિબાન મને મારી નાખશે તો હું એને મારી સેવા માનુ છુ.' ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં હવે તાલિબાનનુ નિયંત્રણ થઈ ચૂક્યુ છે. દેશના લઘુમતીઓ પોતાનો જીવ બચાવવા બીજા શહેરો તરફ પલાયન કરી રહ્યા છે. કાબુલ સહિત ઘણા શહેરોમાં અફડાતફડીનો માહોલ છે, લોકો કોઈ પણ રીતે દેશમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા છે.

ભારતે વ્યક્ત કરી ચિંતા

ભારતે વ્યક્ત કરી ચિંતા

રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ચૂક્યા છે અને બાકીના નેતા પોતાનો જીવ બચાવવા માટે બીજા દેશોમાં શરણ લઈ રહ્યા છે. અફઘાનિસ્તાનના અમુક નેતાઓ શરણ લેવા માટે ભારત પણ પહોંચ્યા છે. તાલિબાને જો કે યુદ્ધ ખતમ કરવાનુ એલાન કરી દીધુ છે પરંતુ હજુ પણ કાબિલથી લૂંટફાટ અને હિંસાના સમાચારો આવી રહ્યા છે. ભારતે અફઘાનિસ્તાનની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચિંતા વ્યક્ત કરી છે.

English summary
last pujari of Kabul Pandit Rajesh Kumar refused to leave Ratan Nath temple of Afghanistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X