For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લતા મંગેશકરના નિધન બાદ પાકિસ્તાનમાં પણ છવાયો માતમ, છલકતી આંખોથી ફેન્સ આપી રહ્યા છે શ્રદ્ધાંજલિ

પાકિસ્તાનમાં પણ લતા દીદીના નિધન બાદ માતમ છવાઈ ગયો છે અને લોકો અલગ-અલગ અંદાજમાં લતા દીદીને યાદ કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદઃ સ્વર કોકિલા, સ્વર સામ્રાજ્ઞી સહિત ઘણી ઉપાધિઓથી સુશોભિત અને ભારત રત્નથી સમ્માનિત લતા મંગેશકરનુ નિધન થઈ ગયુ છે અને ભારતમાં જ નહિ પરંતુ આખી દુનિયામાં લતા દીદીના મોત બાદ માતમ છવાઈ ગયો છે. ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ લતા દીદીના નિધન બાદ માતમ છવાઈ ગયો છે અને લોકો અલગ-અલગ અંદાજમાં લતા દીદીને યાદ કરી રહ્યા છે.

પાકિસ્તાનમાં ટ્વિટર પર નંબર 1 ટ્રેન્ડ

પાકિસ્તાનમાં ટ્વિટર પર નંબર 1 ટ્રેન્ડ

લતા દીદીના નિધનના સમાચાર આવ્યા કે તરત જ પાકિસ્તાનમાં દીદીને શ્રદ્ધાંજલિ આપવાનો સિલસિલો શરુ થઈ ગયો અને જોત-જોતામાં લતા દીદી પાકિસ્તાનમાં ટ્વિટર પર ટૉપ ટ્રેન્ડ કરવા લાગ્યા. ઘણા દિવસોથી હોસ્પિટલમાં જિંદગી અને મોત સામે જંગ લડી રહેલા લતા દીદીના નિધનના સમાચાર ભારત સાથે-સાથે પાકિસ્તાનમાં પણ જંગલની આગની જેમ ફેલાઈ ગયા અને ગમગીન પાકિસ્તાની પ્રશંસકોએ પહેલી પ્રતિક્રિયા આપીને કહ્યુ કે, 'ના, કહી દો કે આ સમાચાર ખોટા છે.' ભલે પાકિસ્તાન સાથે આપણા સંબંધ ખરાબ રહ્યા છે પરંતુ લતા દીદીને પાકિસ્તાનમાંથી સ્હેજ પણ ઓછો પ્રેમ અને સ્નેહ નથી મળ્યો.

પાકિસ્તાની મંત્રીઓએ આપી શ્રદ્ધાંજલિ

પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરના નિધન પર ઉંડો શોક વ્યક્ત કર્યો છે અને તેમને એક મહાન વ્યક્તિત્વ કહ્યા છે. તેમણે ટ્વિટર પર લખ્યુ છે કે, 'એક મહાન વ્યક્તિત્વ લતા મંગેશકર હવે નથી રહ્યા. લતાજી સૂરોની રાની હતા જેમણે ઘણા દશકો સુધી સંગીતની દુનિયા પર રાજ કર્યુ.' પાકિસ્તાની મંત્રીએ આગળ લખ્યુ છે, 'લતા મંગેશકર જેવુ કોઈ નહોતુ અને તે સંગીતની દુનિયાના બેતાજ બાદશાહ હતા અને લતાજીનો અવાજ લોકોના દિલો પર હંમેશા રાજ કરતા રહેશે.'

પાકિસ્તાની ફેન્સ આપી રહ્યા છે શ્રદ્ધાંજલિ

લતા દીદીના પાકિસ્તાની ફેન્સ અલગ અલગ રીતે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને તેમને યાદ કરી રહ્યા છે. પાકિસ્તાનના રેડિયો પ્રેઝન્ટર આસિમ નવાજ અબ્બાસીએ ટ્વિટ પર લખ્યુ છે કે, '92 વર્ષની ઉંમરમાં લિજેન્ડ્રી ગાયિકા લતા મંગેશકરનુ નિધન થઈ ગયુ. પાકિસ્તાન તરફથી તેમને અશ્રુપૂર્ણ શ્રદ્ધાંજલિ. તે સંગીતની દુનિયાના રાની હતા.' વળી, એક પાકિસ્તાની ફેન અલ્તાફ અહેમદે લખ્યુ છે, 'લતાદી, હું જાણુ છુ કે તમારા જેવુ કોઈ નહિ થઈ શકે અને તમારા જવાથી એ જગ્યા ખાલી થઈ ગઈ છે, તેને કોઈ નહિ ભરી શકે. ભારત સાથે-સાથે પાકિસ્તાનના લોકો પણ તમારી ઉણપ હંમેશા અનુભવશે.'

લતા દીદીની જગ્યા કોઈ નહિ લઈ શકે

બીજા એક પાકિસ્તાની ફેન સૈયદ ઉમર મસૂદે લતા દીદીના ગાયેલા એક ગીતને ટ્વિટર પર શેર કરીને લખ્યુ છે, 'લતાજીના ગાયેલા ગીત સાંભળીને જ અમે મોટા થયા છે અને લતા દીદી અમારા દિલોમાં હંમેશા જીવતા રહેશે. અમે તેમને હંમેશા મિસ કરીશુ. પાકિસ્તાની ફેન્સ અને બધા પાકિસ્તાની લતા દીદીના નિધનથી વિચલિત છે.'

પાકિસ્તાનના ફેન્સની આંખો થઈ ભીની

પાકિસ્તાનના એક પ્રોફેસર સલમાન અહેમદે લતા દીદીના મોતને એક શૉક ગણાવીને લખ્યુ કે, 'તે મહાન હતા અને તે સ્વર કોકિલા હતા. લતા દીદીનુ નિધન થઈ ગયુ છે પરંતુ તેમના રેશમી અવાજે ભાવનાઓ, શૈલીઓ અને ભાષાઓની દરેક ભીડને વહાવી દેવામાં આવી. તેમના જેવુ બીજુ કોઈ ક્યારેય નહિ થાય.'

લતા દીદી વિશે શું કહેતા હતા પાકિસ્તાની

ઘણા વર્ષો પહેલા એક ફંક્શનમાં બોલતા મહાન અભિનેતા અમિતાભ બચ્ચને લતા દીદી વિશે કહ્યુ કે, 'ઘણા પાકિસ્તાની જ્યારે મને મળે છે, તો કહે છે કે અમને બધુ મળ્યુ છે પરંતુ બે વસ્તુ અમને જોઈએ, એક તાજમહેલ અને બીજા લતા મંગેશકર.' વળી, મોહમ્મદ તાહિર નામના એક ટ્વિટર યુઝરે લખ્યુ, 'ભારત અને પાકિસ્તાનમાં એક પણ ઘર એવુ નહિ હોય જ્યાં મહાન ગાયિકા લતા મંગેશકરના ગીતો ન સાંભળવામાં આવતા હોય અને તેમના ગીત પર લોકોના મનમાં દરેક પ્રકારના ઈમોશન ન આવતા હોય. પરંતુ આ જ જિંદગી છે, જેને મોત ક્રૂર રીતે આપણાથી છીનવી લે છે.'

English summary
Lata Mangeshkar demise has also spread mourning in Pakistan, and Pakistani fans are paying tearful tributes to her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X