For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘કટ, કૉપી, પેસ્ટ'ની શોધ કરનાર કમ્પ્યુટર વૈજ્ઞાનિક લૈરી ટેસ્લરનુ ગુરુવારે નિધન

‘કટ, કૉપી, પેસ્ટ'ની શોધ કરનાર કમ્પ્યુટર વૈજ્ઞાનિક લૈરી ટેસ્લરનુ ગુરુવારે નિધન થઈ ગયુ છે. તે 74 વર્ષના હતા.

|
Google Oneindia Gujarati News

'કટ, કૉપી, પેસ્ટ'ની શોધ કરનાર કમ્પ્યુટર વૈજ્ઞાનિક લૈરી ટેસ્લરનુ ગુરુવારે નિધન થઈ ગયુ છે. તે 74 વર્ષના હતા. અમેરિકાના ન્યૂયોર્કમાં પેદા થયેલા લૈરી કમ્પ્યુટરમાં કટ, કૉપી અને પેસ્ટ બટનોના જનક હતા. કટ, કૉપી અને પેસ્ટની શોધે કમ્પ્યુટરની દુનિયામાં મોટો ફેરફાર લાવી દીધો હતો. આ ત્રણ બટનો વિના કમ્પ્યુટર પર કામ કરવુ અસંભવ લાગે છે, તેને લૈરીએ આપ્યુ હતુ. ટેસ્લરની કટ, કૉપી, પેસ્ટ કમાંડ ત્યારે ફેમસ થઈ જ્યારે આને વર્ષ 1983માં એપ્પલના સૉફ્ટવેરમાં લિસા કમ્પ્યુટર પર શામેલ કરવામાં આવ્યુ.

Lawrence Tesler

1945માં જન્મેલ લૈરીએ કેલિફોર્નિયાની સ્ટેનફૉર્ડ યુનિવર્સિટીથી કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ 1973માં લૈરીએ ઝેરોક્સ પાલો ઑલ્ટો રિસર્ચ સેન્ટરમાં કામ કરવાનુ શરૂ કર્યુ. જેરૉક્સે ટ્વિટ કરીને ટેસ્લરને શ્રદ્ધાંજલિ આપી છે. અમેરિકી કંપની જેરૉક્સમાં તેમણે ઘણા સમય સુધી કામ કર્યુ હતુ. કંપનીના ટ્વિટમાં લખ્યુ છે - 'કટ, કૉપી, પેસ્ટ ફાઈન્ડ, રિપ્લેસ જેવી ઘણી બધી કમાંડ બનાવનાર જેરૉક્સના પૂર્વ રિસર્ચર લૈરી ટેસ્લર. જે વ્યક્તિની ક્રાંતિકારી શોધોએ આપા રોજિંદા જીવનના કામોને ખૂબ જ સરળ બનાવી દીધા, તેમનો આભાર. લૈરીનુ સોમવારે નિધન થઈ ગયુ.'

લૈરાએ અભ્યા બાદ યુઝર માટે કમ્પ્યુટરને સરળ બનાવવા પર કામ કર્યુ. કટ કૉપી પેસ્ટની શોધે તેમને કમ્પ્યુટર સાયન્સના અગ્રણી વૈજ્ઞાનિકોમાં લાવી દીધા. લૈરીએ 1973માં તેમણે જિરોક્સ પાલો આલ્ટો રિસર્ચ સેન્ટર થી પોતાના કરિયરની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે 17 વર્ષ સુધી એપ્પલમાં કામ કર્યુ અને ચીફ સાયન્ટિસ્ટના પદ સુધી પહોંચ્યા. આ ઉપરાંત અમેઝન અને યાહૂમાં પણ લૈરીએ કામ કર્યુ હતુ.

આ પણ વાંચોઃ FATF: ચીને છોડ્યો પાકિસ્તાનનો સાથ, કહ્યુ- આતંકીઓ સામે એક્શન લો નહિતર બ્લેકલિસ્ટ માટે રેડી રહોઆ પણ વાંચોઃ FATF: ચીને છોડ્યો પાકિસ્તાનનો સાથ, કહ્યુ- આતંકીઓ સામે એક્શન લો નહિતર બ્લેકલિસ્ટ માટે રેડી રહો

English summary
Lawrence Tesler inventor of cut copy paste passes away at 74
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X