For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાત્મા ગાંધીએ કર્યું હતું પહેલું 9/11

|
Google Oneindia Gujarati News

બેઇજિંગ, 8 માર્ચ: મહાત્મા ગાંધીના અહિંસા આંદોલનનો ચીન સાથે પણ સંબંધ છે, કારણ કે 1906માં પૂર્વ આફ્રિકાના જંજીબારમાં થયેલા તેમના પહેલા શાંતિપૂર્ણ પ્રદર્શનમાં હજારો ચીની નાગરિકોએ પણ ભાગ લીધો હતો. આ દાવો પ્રમુખ ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ કર્યો છે. ગુહાએ એક સાહિત્ય સમ્મેલન દરમિયાન જણાવ્યું કે પૂર્વ આફ્રિકાના જંજીબારની તત્કાલીન સરકારના એક વટહુકમની સામે અહિંસાત્મક પ્રદર્શનમાં 8000 ભારતીયોની સાથે 1100 ચીનીયોએ ભાગ લીધો હતો. ગુહાએ આને દુનિયાનું પહેલું 9/11 કહ્યું.

mahatma
રાજનૈતિક બદલાવ માટે સશસ્ત્ર આંદોલનને બદલે અહિંસાના માર્ગે ચાલવાના વિચાર બાદ 11 સપ્ટેમ્બર 1906ના રોજ જોહાનિસબર્ગમાં થયેલું આ ગાંધીના પહેલા આંદોલન હતું. ગુહાએ આને દુનિયાનું પહેલું 9/11 ગણાવ્યું. વટહુકમ અંતર્ગત એશિયાઇઓને સંપત્તિનો માલિકન હક ન્હોતો. તેમને પોતાનું ઓળખપત્ર હંમેશા સાથે રાખવાનું હોય છે. વ્યવસાય પર પણ પ્રતિબંધ હતો. જંજીબાર સરકારની સાથે પહેલી સમજૂતી કરનાર ગાંધી, તમિલોની તરફથી થાંબી નાયડૂ અને ચીનના પ્રતિનિધિ લિઓન કિન હતા.

ગુહાએ જણાવ્યું કે 1906-09 દરમિયાન ભારત-ચીનના સોહાર્દ્રથી ચિડાયેલા જંજીબાર સરકારે વધુ પ્રતિબંધ લગાવ્યા. જેના કારણે ભારતીયો અને ચીનીઓને મદ્રાસ જવું પડ્યું. અત્રે આવ્યા બાદ ગાંધીએ પોતાના પહેલા અહિંસા આંદોલન અને કિન સાથે જેલમાં થયેલી ચર્ચા અંગે વાત કરી. ગુહાએ જણાવ્યું કે ગાંધી ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સામેલ થઇ ગયા અને ભારત-ચીન સોહાર્દ્રને રવિન્દ્રનાથ ટાગોર અને ફરી જવાહરલાલ નેહરુએ આગળ ધપાવ્યા.

તેમણે જણાવ્યું કે ગાંધી મહાત્મા બુદ્ધ બાદ સૌથી લોકપ્રિય વ્યક્તિ છે. ચીની નાગરિકોએ તેમના નૈતિક અને રાજનૈતિક વિચારોના નિર્માણમાં મહત્વની ભૂમિકા અદા કરી છે. વાતચીત દરમિયાન ગુહા અને ઔદ્યૌગિકરણ પર ગાંધીએ આપેલી ચેતાવણી અંગે પણ વાત કરી. તેમણે 1928માં લખ્યું હતું કે અંધાધુંધ ઔદ્યોગિકરણથી ભારે સંકટ પેદા થઇ જશે. તેમની આ વાત ચીનના સંદર્ભમાં સટીક બેસી રહી છે, જે પ્રદૂષણની માર જેલી રહ્યું છે.

English summary
Mahatma Gandhi had been done first 9/11.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X