For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છેલ્લા 20 વર્ષમાં દેશ-દુનિયામાં થયેલી મોટી બ્રિજ દુર્ઘટનાઓ

મોરબીમાં ઝૂલતો પુલ પડવાને કારણે 141થી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટનાને કારણે સમગ્ર દેશમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે આપણે સમગ્ર વિશ્વમાં છેલ્લા 20 વર્ષમાં થયેલી આવી જ દુર્ઘટનાઓ વિશે જાણીશું.

|
Google Oneindia Gujarati News

મોરબીમાં ઝૂલતો પુલ પડવાને કારણે 141થી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટનાને કારણે સમગ્ર દેશમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે આપણે સમગ્ર વિશ્વમાં છેલ્લા 20 વર્ષમાં થયેલી આવી જ દુર્ઘટનાઓ વિશે જાણીશું, કે જેમાં 20 કે તેથી વધુ લોકોના મોત નિપજ્યા હોય. (તસવીરો પ્રતિકાત્મક છે)

મોરબી (ભારત) :

મોરબી (ભારત) :

મોરબી (ગુજરાત)માં 30 ઓકટોબર, 2022 ના રોજ 140 વર્ષ જૂનો ઝૂલતો પુલ ધરાશાયી થતાં 132થી વધુ લોકોના મોત થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોરબી બ્રિજ પર 500 જેટલા લોકો એક મોટા ધાર્મિક તહેવાર માટે ધાર્મિક વિધિઓ કરી રહ્યા હતા. તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઇ હતી.

મેક્સિકો (નોર્થ અમેરિકા) :

મેક્સિકો (નોર્થ અમેરિકા) :

મેક્સિકો સિટી મેટ્રો સિસ્ટમ પર ટ્રેકનો એક એલિવેટેડ સેક્શન મે 2022 માં તૂટી પડ્યો હતો અને પેસેન્જર ટ્રેન નીચે ખાબકી હતી, આ દુર્ઘટનામાં 26 લોકો માર્યા ગયા હતા અને અનેક ઘાયલ થયા હતા.

જેનોઆ (ઇટાલી) :

જેનોઆ (ઇટાલી) :

મોરાન્ડી બ્રિજ, ફ્રાન્સ અને ઇટાલીને જોડતા મુખ્ય ધોરીમાર્ગનો ભાગ છે. આ ઈટાલિયન શહેર જેનોઆમાં આવેલો પુલ ઘરાશાયી થયો હતો, જેમાં 43 લોકોના મોત થયા છે. ઓગસ્ટ 2022 માં મુશળધાર વરસાદના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટનામાં ડઝનેક વાહનો અને તેમાં સવાર મુસાફરો અસરગ્રસ્ત થયા હતા.

કોલકત્તા (ભારત) :

કોલકત્તા (ભારત) :

માર્ચ મહિનામાં કોલકાતા શહેરમાં એક ફ્લાયઓવર ઘરાશાયી થયો હતો. જેમાં 26 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં રેસ્ક્યુ ટીમ કોંક્રિટના વિશાળ સ્લેબ અને ધાતુ હેઠળ ઘાયલ થયેલા લગભગ 100 લોકોને બહાર કાઢ્યા હતા.

દાર્જિલિંગ (ભારત) :

દાર્જિલિંગ (ભારત) :

ઓકટોબરમાં દાર્જિલિંગના પહાડી વિસ્તારથી લગભગ 20 માઈલ (30 કિલોમીટર) દૂર ઉત્તરપૂર્વ ભારતમાં તહેવારો દરમિયાન ભીડથી ભરેલો પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 32 લોકોના મોત થયા હતા.

અરુણાચલ પ્રદેશ (ભારત) :

અરુણાચલ પ્રદેશ (ભારત) :

ઉત્તરપૂર્વીય રાજ્ય અરુણાચલ પ્રદેશમાં આવેલી એક નદી પરનો ફૂટબ્રિજ તૂટી પડ્યો હોત. આ દુર્ઘટનામાં લગભગ 30 લોકોનાં મોત થયાં હતા.

હુનાન (ચીન) :

હુનાન (ચીન) :

ઓગસ્ટ મહિનામાં ચીનમાં મધ્ય હુનાન પ્રાંતમાં એક નદી પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં પુલનું બાંધકામ કરી રહેલા 64 મજૂરોના મોત થયા હતા.

ભેરી નદી (નોપાળ) :

ભેરી નદી (નોપાળ) :

નેપાળમાં ડિસેમ્બર મહિનામાં દેશના પશ્ચિમ છેડે ધાર્મિક યાત્રાળુઓની ભીડથી ભરેલો પુલ તૂટી પડતાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા હતા અને 25 લોકો ગુમ થયા હતા. આ દુર્ઘટના સમયે લગભગ 400 લોકો રાજધાની કાઠમંડુથી પશ્ચિમમાં 380 કિલોમીટર (240 માઇલ) દૂર ભેરી નદી પરના ખાડા પરના પુલ પર હતા. આ દુર્ઘટનામાં 100 જેટલા લોકો તરીને સલામત સ્થળે જવામાં સફળ રહ્યા હતા.

મર્દાન (પાકિસ્તાન) :

મર્દાન (પાકિસ્તાન) :

પાકિસ્તાનમાં ઓગસ્ટ મહિનામાં દેશના ઉત્તરપશ્ચિમમાં આવેલા પેશાવરથી 50 કિલોમીટર દૂર, મર્દાનમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે એક પુલ ઘરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં 40 લોકોના મોત થયા હતા.

બિહાર (ભારત) :

બિહાર (ભારત) :

ભારતમાં ડિસેમ્બર મહિનામાં પૂર્વીય રાજ્ય બિહારના રેલવે સ્ટેશનમાં 150 વર્ષ જૂનો પુલ પેસેન્જર ટ્રેન પર તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 34 લોકોનાં મોત થયા હતા.

મુંબઇ (ભારત) :

મુંબઇ (ભારત) :

ભારતમાં ઓગસ્ટ મહિનામાં મુંબઈ નજીક નદી પર બાંધવામાં આવેલો એક પુલ ઘરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં 19 બાળકો સહિત 20 લોકોના મોત થયા હતા. આ પુલ સાથે એક સ્કૂલ બસ અને અન્ય ચાર વાહનો નદી ખાબક્યા હતા.

બોલિવિયા (સાઉથ અમેરિકા) :

બોલિવિયા (સાઉથ અમેરિકા) :

બોલિવિયામાં ડિસેમ્બરમાં પૂરને કારણે એક રોડ બ્રિજ ઘરાશાયી થયો હતો. આ દરમિયાન એક બસ તેને પાર કરી રહી હતી. આ દુર્ઘટનામાં 29 લોકોના મોત થયા હતા.

English summary
Major bridge accidents in the country and the world in the last 20 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X