For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મલેશિયાઇ એરલાઇન્સનું ગુમ વિમાન મળી આવ્યું

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કુઆલાલંપુર, 12 માર્ચ: મલેશિયાઇ એરલાયન્સના ગાયબ વિમાન બોઇંગ 777-200 ઇઆરનો પતો લાગવાની મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઇ છે. વિમાન ગાયબ થયું હોવાના 4 દિવસ બાદ મલેશિયન આર્મીના હવાલે કહેવામાં આવી રહ્યું છે કે પ્લેનને મલેશિયાના વેસ્ટ કોસ્ટમાં ટ્રેસ કરવામાં આવ્યું છે.

મલેશિયન આર્મીના અનુસાર, તેની રડારે ગાયબ વિમાનના કાટમાળને જલડમરૂમધ્યમાં શોધી કાઢ્યું છે. મલક્કા જલમરૂમધ્ય તે સ્થળથી ઘણુ દૂર પશ્વિમમાં સ્થિત છે, જ્યાંથી વિમાને સિવિલિયન એર કંટ્રોલ રૂમ સાથે અંતિમ સંપર્ક સાધ્યો હતો.

મલેશિયન આર્મીના સૂત્રોના હવાલેથી રોયટર્સે જાણકારી આપી છે કે મલેશિયન સિટી કોટા ભારૂ બાદ પ્લેને રૂટ બદલી દિધો અને અહીંથી ઉંચાઇનું લેવલ પણ નીચે થયું. ત્યાર બાદ આ પ્લેન મલક્કા જલમરૂમધ્યની તરફ જતું રહ્યું. આ કોટા ભારૂથી ઘણું દૂર છે. મલક્કા જલમરૂમધ્ય હિંદ અને પ્રશાંત મહાસાગર વચ્ચે વ્યસ્ત સમૂદ્રી જહાજ માર્ગોમાંનું એક છે.

malaysia-missing-plane

બીજી તરફ મલેશિયાઇ પોલીસે વિમાનમાં ચોરીના બે પાસપાર્ટ પર યાત્રા કરનારમાંથી એકની ઓળખ જાહેર કરી દિધી છે. મલેશિયાઇ પોલીસે બંને સંદિગ્ધોના ફોટા જાહેર કર્યા છે. મલેશિયા પોલીસ ચીફ ખાલિદ અબુબકરે જણાવ્યું હતું કે તેમાંથી વ્યક્તિ 10 વર્ષનો ઇરાની છોકરો છે. તેનું નામ પૌરિયા નૂર મોહંમદ મેહરદાદ કહેવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે ઓસ્ટ્રિયન પાસપોર્ટ પર મુસાફરી કરી રહ્યો હતો. જો કે પોલીસે તે આતંકી ગતિવિધીમાં સામેલ હોવાની વાતની મનાઇ કરી દિધી છે.

જે પાસપોર્ટ પર મેહરદાદ મુસાફરી કરી રહ્યો હતો. તે ઓસ્ટ્રિયન નાગરિક ક્રિશ્ચિયન કોલેજનો હતો. તેને થાઇલેન્ડના ફુકેટમાં તેના ગુમ થવાનો રિપોર્ટ પણ નોંધાવવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મલેશિયા એરલાઇન્સનું બોઇંગ 370 વિમાન શનિવારે કુઆલાલંપુર થી બિજીંગ જઇ રહ્યું હતું પરંતુ અચાનક ગુમ થઇ ગયું હતું. બોઇંગ 370 મોડલ આ પહેલાં ફક્ત એક જ વાર દુર્ઘટનાનો શિકાર થયું છે. બે એન્જિનવાળા આ વિમાનનો સુરક્ષ સંબંધી રેકોર્ડ એકદમ સારો રહ્યો છે અને વર્ષ 1995માં પહેલી વાર સેવામાં સામેલ થયા બાદ તે દુનિયાની સર્વાધિક ઉડાણ ભરનાર મુસાફર વિમાન રહ્યું છે.

English summary
Malaysia's military believes it tracked a missing jetliner by radar over the Strait of Malacca, far from where it last made contact with civilian air traffic control off the country's east coast, a military source told Reuters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X