ઐસા ભી હોતા હે, ફ્લાઇટમાં દારૂડિયાની કરાઇ આવી હાલત

DRUNKEN
ન્યૂયોર્ક, 5 જાન્યુઆરીઃ નશામાં ચૂર જમીન પર વ્યક્તિ કેવા-કેવા ખેલ કરતા હોય છે તે આપણે જોયા છે. પરંતુ હવામાં પણ તેઓ આવા ખેલો કર્યા વગર રહેતા નથી. આઇસલેન્ડથી ઉડેલી એક ફ્લાઇટમા દારૂ પીધેલી વ્યક્તિએ આકાશમાં ફ્લાઇટ માથે લીધી હતી. નશામાં ચૂર વ્યક્તિને કાબુમાં કરવા માટે ફ્લાઇટમાં બેસેલા પેસેન્જરને કઇંક આવો રસ્તો અપનાવવો પડ્યો હતો.

ડેઇલી મેલમાં પ્રકાશિત થયેલા આ અહેવાલ અનુસાર આઇસલેન્ડનો રહેવાસી એવી આ વ્યક્તિ જેએફકે એરપોર્ટ પરથી આ ફ્લાઇટમાં બેઠોં હતો. ફ્લાઇટમાં બેસ્યાં પાદ તે ફ્લાઇટમાં દારૂ પીવા લાગ્યો હતો, એટલું જ નહીં પરંતુ તેની આસપાસ બેસેલી વ્યક્તિઓને હેરાન પરેશાન કરવા લાગ્યો હતો, અમુક સમય સુધી ફ્લાઇટમાં બેસેલા મુસાફરોએ તેની આ હરકતને સહન કરી પરંતુ સમય વિતતા તેની આ હરકતો વધી ગઇ હતી.

એ નશામાં ચૂર વ્યક્તિ એટલો છાકટો બન્યો હતો કે તેને એ પણ ભાન નહોતું કે તે શું કરી રહ્યો છે. આસપાસ બેસેલા લોકો સાથે માથાકૂટ કર્યા બાદ એ વ્યક્તિએ તેની નજીક બેસેલી એક મહિલા સાથે અવ્યવહાર કરવાની શરૂઆત કરી દીધી હતી. જેનાથી રોષે ભરાયેલા મુસાફરોએ તેને તેની સીટ સાથે બાંધી દીધો હતો. તેમ છતાં તેણે બબળાટ કરવાનું બંધ નહીં કરતા આખરે તેના મોઢે પણ પટ્ટી બાંધી દેવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X