For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનમોહન-શરીફ મળશે, આતંકવાદ અને LoC પર થશે ચર્ચા

By Super
|
Google Oneindia Gujarati News

સંયુક્ત રાષ્ટ્ર, 26 સપ્ટેમ્બરઃ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું છે કે, તે ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહ સાથેની મુલાકાતને લઇને ઉત્સુક છે, આશા છે કે તેમને ગત કાર્યકાળ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિને તેઓ આગળ વધારશે. શરીફે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર ભવનની અંદર પત્રકારોને કહ્યું કે, મનમોહન સિંહને મળીને મને ઘણી ખુશી થશે તથા આશા છે કે અમે ત્યાંથી જ શરૂ કરીશું જ્યાંથી અમે 1999માં છોડ્યું હતું.

તે 1999માં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીની લાહોર બસ યાત્રા અને તેમની સાથે થયેલી ઐતિહાસિક મુલાકાતનો હવાલો આપી રહ્યાં હતા. આ પહેલા મનમોહન સિંહએ તેની પૃષ્ટિ કરી કે તે સંયુક્ત રાષટ્ર મહાસભાની અંદર શરીફ સાથે મુલાકાત કરશે. સિંહ અને શરીફ 29મી સપ્ટેમ્બરે ન્યુયોર્કમાં મળે તેવી આશા છે.

Dr-Man-Mohan-Soingh
શરીફ સાથેની મુલાકાતમાં આતંકવાદ, નિયંત્રણ રેખાની સ્થિતિ પર ચર્ચા થવાની છે. વડાપ્રધાન મનમોહન સિંહે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળો પર વિરામ લગાવતા આજે એ વાતની પૃષ્ટિ કરી કે તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે મુલાકાત કરીને નિયંત્રણ રેખા પર ઘટેલી બર્બર ઘટનાઓ તથા પાકિસ્તાનમાં જન્મી રહેલા આતંકવાદના મુદ્દા મુખ્ય રીતે ઉઠાવી શકે છે.

આગામી 29 સપ્ટેમ્બરમાં થનારી આ મુલાકાતમાં ભારતીય પક્ષ એ રહેશે કે સંબંધો અંગે કેટલાક સારા નિવેદન કરનારા પાકિસ્તાનના નવા વડાપ્રધાન પાસે નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમા પર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન તથા આતંકવાદ અને મુંબઇ હુમાલાના ષડયંત્રકારીઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવી હોવા અંગેના કેટલાક મુદ્દાઓનું નિરાકરણ લાવવા અંગે કેવા પ્રકારનો પ્રસ્તાવ છે.

વડાપ્રધાન મનમોહન સિંહ અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ વચ્ચેની મુલાકાત અંગે કેટલાક સૂત્રોનું કહેવું છે કે, બન્ને નેતાઓની મુલાકાતમાં નિયંત્રણ રેખા પર સ્થિતિ અને આતંકવાદને લઇને ચર્ચા કરવામાં આવશે.

English summary
Confirming a bilateral meeting with his Pakistani counterpart Nawaz Sharif on the sidelines of the UN general assembly, Prime Minister Manmohan Singh on Wednesday said he was looking forward to it. Singh and Sharif would be in New York from September 27 to 29.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X