For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને મળ્યા બાદ જુકેરબર્ગને સેનીટાઇઝર્સની 250 બોટલો મળી!

|
Google Oneindia Gujarati News

રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળનાર ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકેરબર્ગને એક બે નહીં કુલ 250 હેન્ડ સેનીટાઇઝરની બોટલો મળી. આ સેનીટાઇઝરની બોટલો ઝુકેરબર્ગને પીએમ મોદીના વિરોધીઓએ મોકલી છે.

એક્ટિવિસ્ટ ગ્રુપ એલાયંસ ફોર જસ્ટિસ એન્ડ એકાઉન્ટેબિલિટી નામના મોદી વિરોધી ગ્રુપ તરફથી ઝુકેરબર્ગને આ બોટલો મળી છે. જેમાં માર્ક જુકેરબર્ગને તેવી સલાહ આપવામાં આવી છે કે તેણે મોદી સાથે હાથ મેળવ્યા બાદ પોતાના હાથ સાફ કરી લેવા જોઇએ. આ ગ્રુપ તરફથી એક વેબસાઇટ પણ ખોલવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે "જક વોશ યોર હેન્ડસ".

mark zuckerberg

આ એક્ટિવિસ્ટ ગ્રુપનો આરોપ છે કે વર્ષ 2002માં ગોધરા તોફાનોને રોકવામાં મોદી અસફળ રહ્યા હતા. અને તે આ તોફાનોમાં માર્યા ગયેલા લોકોનો મોતના આરોપી છે. આ ગ્રુપના કહેવા મુજબ ગોધરા કાંડના માટે જવાબદાર વ્યક્તિ સાથે હાથ મેળવીને ઝુકેરબર્ગ પોતાના હાથ સાફ કરવા જોઇએ. વધુમાં સેનેટાઇઝરની દરેક બોટલ પર ગુજરાતના તોફાનોમાં માર્યા ગયેલા પીડિતોના નામ પણ લખવામાં આવ્યા છે. વળી આ ખબર સોશ્યલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની છે.

English summary
Facebook Founder Mark Zuckerberg receives 250 bottles of sanitizers after meeting with PM Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X