ઑસ્ટ્રિયાની રાજકુમારીનુ 31 વર્ષની વયે નિધન, ભારતીય શેફ સાથે કર્યા હતા લગ્ન

ઑસ્ટ્રિયાની રાજકુમારી મારિાય ગલિટજાઈનનુ 31 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ છે.

ઑસ્ટ્રિયાની રાજકુમારી મારિાય ગલિટજાઈનનુ 31 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ છે. અમેરિકી ચેનલ ફૉક્સ ન્યૂઝ તરફથી જણાવવામાં આવ્યુ છે કે હ્યુસ્ટનમાં હ્રદયરોગનો હુમલો થવાથી તેમનુ મોત થઈ ગયુ છે. મારિયાના લગ્ન ભારતીય મૂળના શેફ ઋષિરૂપ સિંહ સાથે થયા હતા. ત્યારબાદ તેમનુ નામ બદલીને મારિયા સિંહ થઈ ગયુ હતુ. વ્યવસાયે ઈન્ટિરિયર ડિઝાઈનર મારિયા અમેરિકાના હ્યુસ્ટનમાં પોતાના પરિવાર સાથે રહેતી હતી. મારિયા અને ઋષિ બે વર્ષના દીકરા મેક્સિમના માતાપિતા હતા.

maria

એપ્રિલ 2017માં થયા હતા લગ્ન

મારિયાએ એપ્રિલ 2017માં ઋષિ સાથે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તે સમાચારોમાં છવાઈ હતી. ઋષિ એક જાણીતા શેફ છે અને હ્યુસ્ટનમાં જ કામ કરે છે. ચાર મેના રોજ મારિયાનુ આકસ્મિક નિધન થયુ અને આઠ મેના રોજ ફોરેસ્ટ પાર્ક વેસ્ટહાઈમર સેમેસ્ટ્રીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મારિયાનો જન્મ વર્ષ 1988માં લક્ઝમબર્ગમાં થયો હતો. પાંચ વર્ષની ઉંમરમાં તે રશિયા જતા રહ્યા અને શિકાગો, ઈલિનિયૉસ જેવી જગ્યાઓ પર રહ્યા. મારિયાને પોતાના દીકરા મેક્સિમથી ખૂબ પ્રેમ હતો. મારિયા થોડા દિવસ બ્રસેલ્સમાં પણ રહ્યા છે.

ચાર્લ્સની પ્રથમ વંશજ મારિયા

મારિયા, ઑસ્ટ્રિયાના રાજા ચાર્લ્સ પ્રથમના વંશથી આવે છે જે ઑસ્ટ્રિયા અને હંગરીના રાજગાદીના છેલ્લા ઉત્તરાધિકારી હતા. ચાર્લ્સ પ્રથમને ફર્સ્ટ વર્લ્ડ વૉર બાદ કાઢી દેવામાં આવ્યા હતા. જોકે તેમની બહેન રાજકુમારી તાતિયાનાએ હ્યુસ્ટન ક્રોનિકલને વર્ષ 2018માં જણાવ્યુ હતુ કે તેમનુ પાલન પોષણ શાહી રીતે નથી થયુ. તાતિયાનાએ કહ્યુ હતુ, 'અમારુ જીવન સામાન્ય છે. હા, ક્યારેક શાહી લગ્નોમાં ઈનવાઈટ કરવામાં આવે ત્યારે અહેસાસ થાય છે કે હું રાજકુમારી છુ કારણકે તેમાં નામની આગળ પ્રિન્સેસ લખેલુ હોય છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X