મીર હઝાર ખાન ખાસો પાકિસ્તાનના રખેવાળ વડાપ્રધાન નિમાયા

પ્રમુખ આસીફ અલી ઝરદારીએ મિર હઝર ખાન ખોસોને ઇસ્લામાબાદમાં ઐવાન એ સદ્ર ખાતે આયોજિત વિશેષ સમારંભમાં હોદ્દાનાં શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ પ્રસંગે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, સંસદસભ્યો, રાષ્ટ્રીય ધારાસભાના સ્પીકર, ભૂતપૂર્વ પ્રધાનો અને રાજદૂતોએ પણ હાજરી આપી હતી.
ભૂતપૂર્વ વડા પ્રધાનો સૈયદ યુસુફ રઝા ગિલાની અને રાજા પરવેઝ અશરફ તેમજ સેનાની ત્રણેય પાંખોના વડાઓએ પણ તેમાં હાજરી આપી હતી. શપથવિધિ સમારંભ બાદ મહેમાનોએ ખોસોને અભિનંદન આપ્યા હતા, જે નવી સંસદીય ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી રખેવાળ વડા પ્રધાન તરીકે સેવા બજાવશે.
ઉલ્લેખનીય છે કે ખોસો પાકિસ્તાનના છઠ્ઠા રખેવાળ વડા પ્રધાન બન્યા છે. પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા તેમની નિમણૂંક કરવામાં આવી છે. બે દિવસ સુધી ચાલેલી વાટાઘાટો બાદ બહુમતીથી ખાસોના નામની પસંદગી કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
