અમેરિકા: MITમાં ગોળીબાર, પોલીસકર્મીની હત્યા

બોસ્ટન, 19 એપ્રિલ: અમેરિકાના મૈસાચુસેટ્સ ઇસ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઇટી)ના કેમ્પસમાં ફાયરીંગના સમાચાર પ્રાપ્ત થયા છે. આ સમાચારનો ખુલાસો ખુદ એમઆઇટીએ પોતાની વેબસાઇટ પર કર્યો છે, પરિસરમાં ગુરૂવારે રાત્રે એક પોલીસ અધિકારીને ગોળી મારી હતી. આ જાણકારી અધિકારીઓએ આપી હતી. એમઆઇટી દ્રારા તેની વેબસાઇટમાં પ્રકાશિત જાણકારી મુજબ આ ગોળીબાર ગુરૂવારે રાત્રે 10.48 વાગે બિલ્ડિંગ 32ની નજીક થયો હતો.

પોલીસે એમઆઇટીના પોલીસ અધિકારીને ગોળી વાગવાની પુષ્ટિ કરી છે. મીડિયાના અહેવાલો મુજબ આ અધિકારીને ગંભીર ઇજા પહોંચી છે અને વહિવટી તંત્ર તપાસ કરી રહ્યું છે. સંસ્થાએ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને અંદર રહેવા તથા બિલ્ડિંગ 32 તથા તેની આસપાસ ન જવાની સલાહ આપી છે.

mit-campus

એમઆઇટીએ કેમ્પસમાં હાજર લોકોને બહાર નહી નિકળવાની ચેતાવણી જાહેર કરી છે અને કહ્યું છે કે પોલીસના અનુસાર કેમ્પસ હાલમાં સુરક્ષિત નથી. પોલીસે લાંબા સમય સુધી ફાયરિંગ કરનારાઓને શોધતી રહી હતી. અને પછી રાતના લગભગ દોઢ વાગે સૂચના જાહેર કરી હતી કે એમઆઇટી પોલીસે આ વાતની પુષ્ટી કરી દિધી છે કે હુમલાખોરો હવે કેમ્પસમાં નથી. હવે તમે સુરક્ષિત છો, પરંતુ નિકળી શકશો નહી. આ કેસ પોલીસમાં દાખલ કરવામાં આવ્યો છે અને અહીં ભય ફેલાવનારાઓની શોધખોળ ચાલુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બોસ્ટનમાં મેરેથોન દરમિયાન થયેલા હુમલા બાદ અહીં દરેક નાની-નાની ગતિવિધિઓને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે એમઆઇટીમાં કેટલાક વિદ્યાર્થીઓ ભારતના પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X