For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોહર્રમ પહેલા પાકિસ્તાનમાં મોબાઈલ-ઇન્ટરનેટ સર્વિસ બ્લોક, સુરક્ષા કડક

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ના હટાવ્યા પછી, બોખલાયેલા પાકિસ્તાન દ્વારા ભારતને સતત શીખ આપવામાં આવી રહી હતી.

|
Google Oneindia Gujarati News

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ના હટાવ્યા પછી, બોખલાયેલા પાકિસ્તાન દ્વારા ભારતને સતત શીખ આપવામાં આવી રહી હતી. જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા બાધિત કરવા બદલ પાકિસ્તાને ભારત સરકારની નિંદા કરી હતી, પરંતુ હવે પાકિસ્તાનની હાલત એવી થઈ ગઈ છે કે તેને દેશના ઘણા શહેરોમાં મોબાઇલ-ઇન્ટરનેટ સેવા બંધ કરવી પડી છે. મંગળવારે મોહર્રમ પૂર્વે પાકિસ્તાનની સરકારે ઘણા શહેરોમાં મોબાઈલ ઇન્ટરનેટ બંધ કરી દીધી છે. પાકિસ્તાન સરકારના આદેશ બાદ ઇસ્લામાબાદ, કરાચી, રાવલપિંડી અને પેશાવર સહિત દેશના વિવિધ ભાગોમાં ઇન્ટરનેટ અને મોબાઇલ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

ઘણા શહેરોમાં મોબાઇલ-ઇન્ટરનેટ સેવા બંધ

ઘણા શહેરોમાં મોબાઇલ-ઇન્ટરનેટ સેવા બંધ

આપને જણાવી દઈએ કે પાકિસ્તાન અખબાર ડોન ન્યૂઝ અનુસાર, મોહર્રમના દિવસે, પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટી (પીટીએ) એ દેશના ઘણા શહેરોમાં મોબાઇલ-ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી. આદેશ મુજબ સોમવારથી મંગળવાર સુધી આ શહેરોમાં મોબાઇલ ફોન સેવાઓ અને ઇન્ટરનેટ સેવાઓ બંધ રહેશે. આ સિવાય ઘણા શહેરોમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જોકે પ્રતિબંધ કેટલા કલાકોથી કેટલા કલાક સુધી રહેશે, તે સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું નથી, પરંતુ જો સૂત્રોની વાત માની લેવામાં આવે તો ઘણા શહેરોમાં સવારથી સાંજના 6 વાગ્યા સુધી મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ બંધ રહેશે.

મોહર્રમના જુલૂસ

મોહર્રમના જુલૂસ

આ શહેરો ખાસ કરીને એવા ક્ષેત્ર છે જ્યાંથી મોહર્રમના જુલૂસ નીકળશે. પાકિસ્તાનના આંતરિક મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સરકારે એક વિશેષ જાહેરનામું બહાર પાડ્યું છે. પ્રતિબંધ પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે મોહર્રમના જુલૂસ દરમિયાન શોક મનાવનારાઓની સુરક્ષા માટે, પાકિસ્તાનમાં જિલ્લા વહીવટ દ્વારા ચિહ્નિત વિસ્તારોમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

ઘણા વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી

ઘણા વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી

આ સિવાય ઘણા વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પીટીએના આદેશ મુજબ, ઐતિહાસિક રૂપે, મહત્તમ સુરક્ષાની ખાતરી કરવા માટે છેલ્લી ઘડીએ મોબાઇલ ફોન સેવાઓ બંધ રાખવાની સૂચનાઓ જારી કરવામાં આવે છે. આ વિસ્તારોમાં વધારે સુરક્ષાદળો તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરઃ બારામુલાના સોપોરમાં પકડાયા લશ્કર એ તૈયબાના 8 આતંકી, પૂછપરછ ચાલુ

English summary
Mobile-Internet service block in Pakistan, security tightening before Moharram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X