જમ્મુ કાશ્મીરઃ બારામુલાના સોપોરમાં પકડાયા લશ્કર એ તૈયબાના 8 આતંકી, પૂછપરછ ચાલુ
બારામુલા જિલ્લાના સોપોર વિસ્તારમાં સેના અને પોલિસની એક સંયુક્ત કાર્યવાહીમાં આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના એક મોટા મોડ્યુલને ધ્વસ્ત કરવામાં આવ્યુ છે.
બારામુલા જિલ્લાના સોપોર વિસ્તારમાં સેના અને પોલિસની એક સંયુક્ત કાર્યવાહીમાં આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના એક મોટા મોડ્યુલને ધ્વસ્ત કરવામાં આવ્યુ છે. મળતી માહિતી મુજબ સેના અને પોલિસે બારામુલા જિલ્લામાં લશ્કર એ તૈયબા સાથે જોડાયેલા 8 આતંકીઓની ધરપકડ કરી છે. બારામુલા જિલ્લાના સોપોરમાં એજન્સીઓને લશ્કર માટે કામ કરનારા અમુક લોકો વિશે માહિતી મળી હતી.

સોપોરમાં પકડાયા લશ્કરના 8 આતંકી
આ સૂચના પર પોલિસ અને સેનાએ એક મોટી કાર્યવાહી કરીને અહીં સર્ચ ઑપરેશન ચલાવ્યુ. આ ઑપરેશનમાં શંકાસ્પદ 8 આતંકીઓને પકડવામાં આવ્યા ત્યારબાદ એજન્સીઓના અધિકારીઓએ તેની પૂછપરછ શરૂ કરી. પકડાઈ ગયેલા લોકો બારામુલામાં દુકાનદારોને બજાર બંધ રાખવા માટે ધમકી આપવા અને વિસ્તારમાં ધમકીભર્યા પોસ્ટર લગાવવાની ઘટનાઓમાં શામેલ હતા.

શ્રીનગર-બડગામમાં કર્ફ્યુ
શ્રીનગર બડગામમાં મોહર્રમના જુલુસો પર રોક લગાવવા માટે પ્રશાસને ફરીથી કડક પ્રતિબંધ લગાવી દીધા છે. અહીંના ઘણા વિસ્તારોમાં ફરીથી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. જેનાથી શહેરના ઘંટાઘર, લાલ ચોક અને ડાઉન ટાઉન વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. ધાર્મિક આયોજનમાં અહીં કોઈ હિંસા ન થાય તેના માટે પ્રશાસને સાવચેતીના પગલા લીધા છે. તમને જણાવી દઈએ કે મંગળવારે આજે મોહર્રમ છે. એવામાં બધુ શાંતિ પૂર્વક ઉજવાય તે માટે ઘાટીમાં ઘણી જગ્યાએ કર્ફ્યુ જેવા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

ઘાટીમાં કર્ફ્યુ જેવા પ્રતિબંધો
તમને જણાવી દઈએ કે શ્રીનગરમાં સુરક્ષા કારણોસર 1990થી જ મોહર્રમના જૂલુસ કાઢવા પર પ્રતિબંધ છે. આ વખતે અનુચ્છેદ 370 હટાવાયા બાદ સ્થિતિને જોતા સુરક્ષા બળો કડક સતર્કતા રાખી રહ્યા છે. બડગામ જિલ્લામાં પણ મોહર્રમના જૂલુસને રોકવા માટે મોટભાગના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
|
કાશ્મીરના ઘણા ભાગોમાં પ્રતિબંધો લગાવાયા
ઘાટીમાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે કાશ્મીરના ઘણા ભાગોમાં પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. અધિકારીઓએ પ્રતિબંધોને ફરીથી લગાવવા માટે કોઈ પણ કારણનો હવાલો આપ્યો નથી. તમને જણાવી દઈએ કે અનુચ્છેદ 370ની મોટાભાગની જોગવાઈઓ ખતમ કરીને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાની કેન્દ્રની ઘોષણા બાદ કાશ્મીરમાં પહેલી વાર 5 ઓગસ્ટના રોજ પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા. હાલમાં કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
