
Video: વિદ્યાર્થિનીને મોદીનો જવાબ- 'ચીનથી પરેશાન લાગે છે!'
આની પર વડાપ્રધાનની ટિપ્પણી હતી, કે 'ચીનથી પરેશાન લાગે છે!' મોદીએ પોતાના જવાબમાં ચીનનો ઉલ્લેખ તો ના કર્યો પરંતુ જણાવ્યું કે ભારત અને જાપાન લોકતાંત્રિક દેશ છે. આ બંને દેશ જેટલું સકારાત્મક વિચારશે અને લોકતાંત્રિક મૂલ્યોને આગળ વધારશે તેટલો વધારે ફાયદો દુનિયાને થશે.
મોદીએ જણાવ્યું કે ભારત અને જાપાનને બીજાઓના કામ પર ધ્યાન આપવાને બદલે પોતાના કામ પર ધ્યાન આપવું જોઇએ. વિકાસ પ્રગતિ અને શાંતિ રહેશે તો પરિસ્થિતિઓ એની જાતે જ બદલાશે. તેમણે એક ઉદાહરણ આપતા જણાવ્યું કે એક ઓરડામાં ભયંકર અંધકાર છે તો દરેકજણ તેને પોતાની રીતે દૂર કરવાનો પ્રયાસ કરશે. કોઇ ચાકુ ચલાવશે તો કોઇ તલવાર પરંતુ સમજદાર વ્યક્તિ દીપક પ્રગટાવીને આ અંધારાને દૂર કરશે.
વડાપ્રધાને જણાવ્યું કે અમે વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ અને લોકતંત્રનો દીપક સળગાવીશું તો અંધકાર એની મેળે જ દૂર થઇ જશે. નરેન્દ્ર મોદીએ આ રીતે પોતાના આગવા અંદાજમાં જવાબ આપીને વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા.
જુઓ વીડિયો...