સાર્ક વાર્તામાં ભાગ લેવા માટે સડક માર્ગથી નેપાળ જઇ શકે છે મોદી
કાઠમાંડૂ, 30 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને દક્ષિણ એશિયાઇ ક્ષેત્રીય સહયોગ સંગઠનની શિખર વાર્તામાં ભાગ લેવા માટે સડક માર્ગથી નેપાળ જાય તેવી સંભાવના છે. પોતાની ચાર દિવસીય યાત્રા દરમિયાન મોદી નેપાળના ત્રણ મોટા ધાર્મિક સ્થળો- જનકપુર, લુંબિની અને મુક્તિનાથની પણ મુલાકાત કરી શકે છે.
ત્રણ મહીનાથી પણ ઓછા સમયમાં યોજાવા જઇ રહેલી પોતાની બીજી નેપાળ યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાર્કની 18મી શિખર વાર્તામાં ભાગ લેશે અને તેઓ જનકપુરધામ સ્થિત રામ જાનકી મંદિર, ભગવાન બુદ્ધના જન્મ સ્થાન લુંબિની અને નેપાળના પર્વતીય ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં સ્થિત ધાર્મિક સ્થળ મુક્તિનાથ પણ જઇ શકે છે.

ભૌતિક આધારભૂત સંરચના અને પરિવહન મંત્રાલયના સચિવ તુલસી પ્રસાદ સિત્તૌલાએ સંસદીય સમિતિને જણાવ્યું કે મંત્રાલયને સૂચના મળી છે કે મોદી સડક માર્ગથી નેપાળની યાત્રા પર આવી શકે છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા માર્ગે નેપાળ પહોંચશે તે હજી નક્કી થઇ શક્યું નથી.












Click it and Unblock the Notifications
