For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US ચૂંટણી પહેલા સાઉથ ચાઈના સીમાં હલચલ, ત્રણ દેશોના નૌકાદળે ચીનને ઘેર્યુ

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા સાઉથ ચાઈના સી પર હલચલ વધી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

ટોકિયોઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા સાઉથ ચાઈના સી પર હલચલ વધી ગઈ છે. અત્યારે ક્વાડ દેશોના ત્રણ મહત્વના સભ્યો ઑસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાએ ચીનને ઘેરવાની કોશિશ હેઠળ સાઉથ ચાઈના સી પર યુદ્ધાભ્યાસને અંજામ આપી રહ્યા છે. ઑસ્ટ્રેલિયા તરફથી આ વિશે માહિતી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ટોકિયોમાં ક્વાડ દેશોમાં વિદેશ મંત્રીઓની પહેલી મીટિંગ થઈ હતી અને મીટિંગમાં ચીનને ઘેરવાની રણનીતિ પર વિસ્તારથી ચર્ચા થઈ છે.

japan-us-australia

સપ્ટેમ્બર મહિનાથી ચાલુ છે યુદ્ધાભ્યાસ

ઑસ્ટ્રેલિયાના રક્ષા મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે એચએમએએસ અરુંતા અત્યારે અમેરિકી નૌકાદળ અને જાપાનની મેરીટાઈમ સેલ્ફ-ડિફેન્સ ફોર્સ સાથે સાઉથ ચાઈના સીમાં છે. ઑસ્ટ્રેલિયાના રક્ષા વિભાગે જણાવ્યુ, ''એચએમએએસ અરુંતાએ દક્ષિણ ચીન સાગરમાં અમેરિકી નૌકાદળ અને જાપાન મેરીટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ સાથે અભ્યાસ કર્યો છે. એમએમએએસ અરુંતા, રૉયલ ઑસ્ટ્રેલિયન નેવીની વૉરશિપ છે. આ યુદ્ધાભ્યાસને સાઉથ ચાઈના સીમાં ચીનની દાદાગિરીનો જવાબ માનવામાં આવી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાથી ચીનના મેરીટાઈમ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશને એક વાર ફરીથી દક્ષિણ સાગરમાં યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે.

પોતાની વિસ્તારવાદી નીતિઓ અને આક્રમક વલણના કારણે ચીન સતત દક્ષિણ પૂર્વ પડોશી દેશોને ધમકાવી રહ્યુ છે. બે દિવસો સુદી ચાલેલા આ ચીની યુદ્ધાભ્યા દરમિયાન અભ્યાસવાળી જગ્યાની આસપાસ સમુદ્રી વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યુ હતુ. મંગળવારે યુએસ નેવીની પેસિફિક કમાંડ તરફથી જણાવવામાં આવ્યુ હતુ કે દક્ષિણી ચીન સાગરમાં મિલિટ્રી એક્સરસાઈઝ માટે 19 ઓક્ટોબરે મિસાઈલ ડેસ્ટ્રોયર યુએસએસ જૉન એસ મેકેને, રૉયલ ઑસ્ટ્રેલિયલ નેવી અને જાપાન મેરીટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ સાથે શામેલ થઈ ગયુ છે.

India-China Row: ભારતીય સેનાએ ચીનને પાછો આપ્યો તેનો સૈનિકIndia-China Row: ભારતીય સેનાએ ચીનને પાછો આપ્યો તેનો સૈનિક

English summary
Movements in South China Sea ahead of US elections, three countries' navies surround China.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X