નેતાએ કહ્યું, આ પ્રેગ્નેંટ રિપોર્ટરનો રેપ કરો
મોસ્કો, 21 એપ્રિલ:રૂસમાં યુક્રેન પર પ્રતિબંધોને લઇને પ્રશ્ન પૂછવામાં આવતાં ક્રોધે ભરાયેલા એક ક્રેમલિન સમર્થન નેતાએ પત્રકાર પરિષદમાં એક ગર્ભવતી મહિલા રિપોર્ટરની શરમજનક હરકત કરી દિધી. ત્યાં હાજર તેમના બે સહયોગીઓને કહ્યું કે તે રિપોર્ટરનો રેપ કરી દે. મહિલા રિપોર્ટર આ ઘટનાથી આઘાતમાં આવી ગઇ અને તબિયત બગડતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરવી પડી. મહિલા રિપોર્ટરની હાલતમાં સુધારો થઇ રહ્યો છે.
રૂસની સાંસદના ડેપ્યૂટી સ્પીકર વ્લાદિમિર જિરોનસ્કી રવિવારે પત્રકાર પરિષદમાં પ્રશ્નોના જવાબ આપી રહ્યાં હતા. આ દરમિયાન તે હાલના છ મહિનાની પ્રેગનેંટ મહિલા રિપોર્ટર સ્ટેલા દુબોવિત્સકાયાએ જિરોનસ્કીથી યૂક્રેન પર રૂસના એક્શનને લઇને પ્રશ્ન પૂછી લીધો.
જિરોનસ્કી આ પ્રશ્ન પર ક્રોધે ભરાઇ ગયા. તેમને પત્રકાર પરિષદમાં મહિલા રિપોર્ટર સાથે ગેરવર્તૂણક કરી દીધી. તેમણે મહિલા પત્રકાર પર ઉશ્કેરાઇ જતાં કહ્યું તમે પ્રેગનેટ છો, તો તમારી પત્રકાર પરિષદમાં કોઇ જરૂરિયાત નથી.

નેશનલિસ્ટ લિબરલ ડેમોક્રૈટિક પાર્ટીના નેતા જિરોનસ્કીનો ગુસ્સો અટક્યો નહી. તેમણે પોતાના બે સહયોગીને પાસે બોલાવ્યા અને મહિલા રિપોર્ટર તરફ ધકેલતાં તેમને રેપોઅ કરવા માટે કહ્યું. જિરોનસ્કીની આ શરમજનક હરકત પર તેમના સહયોગી પણ મહિલા રિપોર્ટ પાસે જતા જોવા મળ્યા. આ ઘટનાથી મહિલા રિપોર્ટર ગભરાઇ ગઇ અને તેની તબિયત ખરાબ થઇ ગઇ. તેને હોસ્પિટલ લઇ જવામાં આવે.
જિરોનસ્કીની આ હરકતથી દરેક જણ સદમામાં છે. તેમના રાજીનામાની માંગણી થઇ રહી છે. રૂસના પત્રકારોએ આ ઘટના માટે જિરોનસ્કી વિરૂદ્ધ આપરાધિક કેદ દાખલ કરવાની માંગણી કરી છે. બીજી તરફ જિરોનસ્કીએ રૂસના ટેલિવિઝન પર એક લાઇવ ઇન્ટરવ્યુંમાં આ હરકત માટે માફી માંગી છે.












Click it and Unblock the Notifications
