US Firing: અમેરિકાના લેવિસ્ટનમાં અંધાધૂંધ ફાયરિંગ, 16 લોકોના મોત, 50થી વધુ ઘાયલ

US Firing: અમેરિકામાં બુધવારે, 25 ઓક્ટોબરના રોજ મેઈનના લેવિસ્ટન શહેરમાં ઓછામાં ઓછા ત્રણ સ્થળોએ ફાયરિંગની ઘટનાઓ બની હતી. આ હુમલામાં 16 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે અને 50થી 60 લોકો ઘાયલ થયા હતા. ગોળીબારની ઘટના બાદ શંકાસ્પદ વ્યક્તિ ફરાર છે. તેની પાસે લાંબી બંદૂક હતી, જેની મદદથી તે લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યો હતો.

સીએનએનના રિપોર્ટ મુજબ બૉલિંગ એલી, લોકલ બાર સહિત વૉલમાર્ટ સેન્ટરમાં ગોળીબારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. અમેરિકાના લેવિસ્ટન શહેર પોલીસ બે સક્રિય શૂટરોને શોધી રહી છે.

મેઈને પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ X પર જણાવ્યુ હતુ કે, લેવિસ્ટનમાં એક સક્રિય શૂટર છે. તમે લોકો ઘરમાં જ લૉક કરીને રહો. પ્રશાસન હાલમાં ઘણા સ્થળોએ તપાસ કરી રહ્યુ છે.

વળી, રૉયટર્સના રિપોર્ટ મુજબ એક શંકાસ્પદ હુમલાખોરના ફોટા પોસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં તેણે હાથમાં સેમી ઑટોમેટીક રાઈફલ લીધેલી છે. ઘટનામાં સામેલ હુમલાખોરની ઓળખ રૉબર્ટ કાર્ડ તરીકે થઈ છે. તેણે સેનામાં લગભગ 20 વર્ષ સુધી હવાલદાર તરીકે કામ કર્યુ હતુ.

તમને જણાવી દઈએ કે એન્ડ્રોસ્કોગિન કાઉન્ટીમાં આવેલું લેવિસ્ટન, મેઈનના સૌથી મોટા શહેર પોર્ટલેન્ડની ઉત્તરે લગભગ 35 માઈલ (56 કિમી) દૂર છે. વ્હાઈટ હાઉસ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે પ્રમુખને લેવિસ્ટન, મેઈનમાં સામૂહિક ગોળીબારની જાણ કરવામાં આવી છે. આ અંગે અપડેટ્સ જાહેર કરવામાં આવશે. વ્હાઇટ હાઉસ આ ઘટના પર નજર રાખી રહ્યું છે.

નોંધનીય છે કે અમેરિકામાં હાલના દિવસોમાં ફાયરિંગની ઘટનાઓ વધી છે. આવી જ ઘટના ઓગસ્ટ મહિનામાં પણ બની હતી. ત્યાર બાદ અહીં ફ્લોરિડામાં ડૉલર જનરલ સ્ટોરમાં એક શંકાસ્પદ વ્યક્તિએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું, જેમાં ચાર લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા.

શંકાસ્પદ 20 વર્ષનો હતો અને એક શ્વેત વ્યક્તિ હતો. તેણે હુમલા પછી પોતાને ગોળી મારી દીધી હતી. હુમલાખોર અશ્વેત લોકોને નફરત કરતો હતો અને તેથી જ તેણે માર્યા ગયેલા લોકો પણ અશ્વેત હતા. તેની પાસેથી AR 15 સ્ટાઈલની રાઈફલ મળી આવી હતી જેના પર સ્વસ્તિક ચિન્હ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X