ધમકી વચ્ચે મુશર્રફ પહોંચ્યા પાકિસ્તાન, ચૂંટણીમાં ઝંપલાવશે

પાકિસ્તાન માટે રવાના થયા પહેલા મુશર્રપે દુબઇમાં એક પત્રકારને જણાવ્યું કે 'જાહેરાત અનુસાર જ હું મારા વતન જઇ રહ્યો છું. હું કોઇનાથી ડરતો નથી.. પછી મને આતંકવાદીઓ તરફથી મળેલી જાનથી મારવાની ધમકી હોય કે ત્યાં પહોંચતા જ ધરપકડ કરી લેવાનો મામલો હોય'
કરાચી પહોંચતા જ તેમની હત્યા કરવા માટે આત્મઘાતી હુમલાવર અને સ્નાઇપર મોકલવાની તાલિબાનની ધમકી પર મુશર્રફે જણાવ્યું કે સેનામાં 40 વર્ષ સેવા આપ્યા બાદ પૂર્વ કમાંડો હોવાના નાતે હું ડરપોક નથી.
જોકે મુશર્રફ અને તેમના સાથીઓ પાકિસ્તાન આવી પહોંચ્યા હતા. તેમના સમર્થકોએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું પરંતુ તેમને રેલી યોજવાની પરવાનગી આપી ન્હોતી.












Click it and Unblock the Notifications
