• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મુસ્લિમ મહિલાઓનુ શોષણ કરવા આ રીતો અપનાવે છે ચીન, પીડિતાએ સંભળાવી આપવીતી

|

ચીનમાં લઘુમતી મુસ્લિમો સાથે થતો અન્યાય કોઈથી છૂપો નથી. ત્યાં માનવાધિકારોનુ ઉલ્લંઘન કરતી ઘટનાઓ રોજ બનતી રહે છે. ચીનને એટલા માટે માત્ર અમેરિકા જ નહિ પરંતુ આખો આંતરરાષ્ટ્રીય સમાજ પણ ઝાટકી ચૂક્યો છે પરંતુ તે આને પોતાની આંતરિક બાબત ગણાવીને બધાને શાંત કરી દે છે. અત્યાર સુધી તો આ વાત દરેક જણ જાણે છે કે ચીન શિનજિયાંગ પ્રાંતમાં રહેતા મુસ્લિમોમાંથી લગભગ 10 લાખને યાતના ગૃહોમાં નાખી ચૂક્યુ છે. તેમને કોઈ કારણ વિના અહીં કેદ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સાથે ખૂબ જ ક્રૂર વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

આપવીતી સંભળાવી

આપવીતી સંભળાવી

આ યાતના ગૃહ એટલી સુરક્ષા વચ્ચે બનાવવામાં આવ્યા છે કે એક ચકલુ પણ અહીં ફરકી ના શકે. જો કે અમુક વિદેશી મીડિયા સંસ્થાઓએ અહીં આવવાની કોશિશ કરી છે પરંતુ તેમની સાથે પણ આ દરમિયાન ઘણી ચીની અધિકારીઓ હાજર રહ્યા. અમુક એવી મહિલાઓ પણ છે જે અહીંથી ભાગવામાં સફળ રહી છે. પોતાનો જીવ બચાવીને ભાગેલી આ મહિલાઓએ ઘણી સમાચાર વેબસાઈટ સાથે વાતચીતમાં પોતાની આપવીતી સંભળાવી છે. જે કંઈ પણ તેમણે જણાવ્યુ છે તેને જાણીને સૌ કોઈ હેરાન છે.

બળજબરીથી ગર્ભપાત

બળજબરીથી ગર્ભપાત

અહીંથી ભાગેલી એક મહિલાએ જણાવ્યુ છે કે કઈ રીતે તેનો એક વાર નહિ પરંતુ ઘણી વાર ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. જ્યારે તે અહીંથી ભાગવામાં સફળ થઈ તો તેણે ચીનમાં રહેતા પોતાના બાકીના સંબંધીઓ સાથે વાતચીત કરી. ત્યારે તેને ખબર પડી કે આ બધુ ચીનમાં આજે પણ ચાલુ છે અને તેમની સાથે પણ આ બધુ કરવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચોઃ તો આ અભિનેતાના પ્રેમે કાળી-ભદ્દી રેખાને બનાવી દીધી કામુક રેખા!

યાતના ગૃહમાં બળાત્કાર

યાતના ગૃહમાં બળાત્કાર

યાતના ગૃહમાં રહી ચૂકેલી એક મહિલાનુ કહેવુ છે કે ત્યાંના ગાર્ડ મહિલાઓ સાથે બળાત્કાર કરે છે. જ્યારે પણ કોઈ મહિલા યાતના ગૃહમાં જાય છે તો એ અનુમાન લગાવવુ મુશ્કેલ હોય છે કે ત્યાંથી બચીને આવી શકશે કે નહિ. નહાતી વખતે મહિલાઓના વીડિયો પણ બનાવવામાં આવે છે.

લાલ મરચાનો ઉપયોગ

લાલ મરચાનો ઉપયોગ

ચીનથી ભાગેલી એક મુસ્લિમ મહિલા કહે છે કે યાતના ગૃહમાં મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ પર બળજબરીથી લાલ મરચુ લગાવવામાં આવે છે. મહિલાઓને હેરાન કરવા માટે એક પાણીના ગ્લાસમાં લાલ મરચુ મિલાવી દેવામાં આવે છે અને તેમને પીવડાવવામાં આવે છે. કોઈ વિચારી પણ ના શકે કે ચીન શોષણ માટે લાલ મરચાનો પણ આ રીતનો ઉપયોગ કરતો હશે.

પ્રજનન ક્ષમતાને ખતમ કરવી

પ્રજનન ક્ષમતાને ખતમ કરવી

અહીં માત્ર યાતના ગૃહો જ નહિ પરંતુ મુસ્લિમ વિસ્તારોમાં પણ આ બધી રીતો અપનાવવામાં આવે છે જેનાથી મહિલાઓની પ્રજનન ક્ષમતા પર અંકુશ લાગી શકે. આ લોકોની સંખ્યા ઘટાડવા માટે ચીન ઘણી રીતો અપનાવે છે. એક મહિલા કહે છે કે તે પોતાના સંબંધીઓને મળવા કઝાકિસ્તાન ગઈ હતી. પાછી ચીન આવીતો તેની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તે 10 માસની ગર્ભવતી છે. તેની મરજી વિના તેનો ગર્ભપાત કરાવવામાં આવ્યો. તે પણ અમાનવીય રીતે, જેની સજા તે આજ સુધી ભોગવી રહી છે.

વૉટ્સએપ મળવા પર જેલ

વૉટ્સએપ મળવા પર જેલ

ચીનમાં એ સોશિયલ મીડિયા એપ પર પ્રતિબંધ લાગેલો છે જે પશ્ચિમની કંપનીઓના છે. અહીં ડિસેમ્બર 2017માં ગુલ્જિરા મોગદન નામની 38 વર્ષની મહિલાને જેલમાં નાખી દેવામાં આવી હતી. તે કઝાકિસ્તાનથી પાછી આવી હતી. તેને જેલમાં નાખી દેવા પાછળનુ કારણ હતુ તેના ફોનમાં મળેલુ વૉટ્સએપ. કેદમાં રાખ્યા બાદ તેની તપાસ કરાવવામાં આવી, જ્યારે માલુમ પડ્યુ કે તે ગર્ભવતી છે તો તેનો ગર્ભપાત કરાવી દેવામાં આવ્યો. વાસ્તવમાં ચીનમાં ઉડગર મુસ્લિમો ઉપરાંત અમુક મુસ્લિમો એવા પણ છે જેમની પાસે ચીની નાગરિકતા છે પરંતુ તેમના પૂર્વજ કઝાકિસ્તાનના રહેવાસી છે.

મુસ્લિમોને ખતમ કરવા

મુસ્લિમોને ખતમ કરવા

ચીનમાંથી ભાગેલી એક મુસ્લિમ મહિલા કહે છે કે ચીનનો એકમાત્ર ઉદ્દેશ મુસ્લિમોનો સફાયો કરવાનો છે. તેણે 10 લાખથી વધુ મસ્લિમોને યાતના ગૃહમાં રાખેલા છે. ત્યાં ગર્ભપાત, પ્રજનન ક્ષમતા ઘટાડવા માટે બધા ઉપાય કરવા અને બળાત્કાર કરવા સુધી શામેલ છે. ચીન આની પાછળનુ કારણ જણાવતા કહે છે કે આ યાતના ગૃહ નથી પરંતુ પ્રશિક્ષણ કેન્દ્ર છે અને તે આતંકવાદ સામે લડવા માટે આવુ કરી રહ્યા છે.

ઘણાના પોતાના લોકો કેદમાં

ઘણાના પોતાના લોકો કેદમાં

ચીનના ઘણા લોકો પોતાનો જીવ બચાવીને ઈરાન, કઝાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં શરણ લઈ ચૂક્યા છે. તેમનુ કહેવુ છે કે એ તો બચવામાં સફળ રહ્યા પરંતુ તેમના ઘણા પોતાના આજે પણ ચીનના કબ્જામાં છે. ઘણા બાળકોએ વર્ષોથી પોતાના માતાપિતાને નથી જોયા, તો કોઈએ પોતાના બાળકોને કે કોઈ અન્ય સંબંધીને વર્ષોથી નથી જોયા. તે ના તો તેમનો ફોન પર સંપર્ક કરી શકે છે અને ના કોઈ બીજી રીતે. મોટાભાગનાને શંકા છે કે તેમના પોતાનાને યાતનાગૃહોમાં નાખી દેવામાં આવ્યા છે.

મુસ્લિમ સંસ્કૃતિને ખતમ કરવી

મુસ્લિમ સંસ્કૃતિને ખતમ કરવી

શિનજિયાંગ પ્રાંતમાં મુસ્લિમ સંસ્કૃતિને ખતમ કરવા માટે ચીની સરકાર એક અભિયાન ચલાવી રહી છે. અમેરિકાએ પણ હાલમાં ચીનને ઝાટકીને કહ્યુ છે કે તે મુસ્લિમો સાથે અન્યાય કરવાનુ બંધ કરી દે. અમેરિકાએ ઉડગર મુસ્લિમોના શોષણ સાથે જોડાયેલા 28 સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સાથે જ અમેરિકાઓ એ ચીની અધિકારીઓ અને નેતાઓના વિઝા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે જે ઉડગર મુસ્લિમોના શોષણમાં શામેલ રહ્યા છે.

English summary
Know Which type of ways china used to harass or abuse muslim women in their area as well as in detention centres.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X