For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં નિર્ભયપણે ફરી રહ્યો છે હાફિઝ સઇદ: ન્યૂયોર્ક ટાઇમ્સ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

hafiz-saeed
ન્યૂયોર્ક, 8 ફેબ્રુઆરી: આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઇબાના પ્રમુખ અને 26/11 હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદનું કહેવું છે કે તે પાકિસ્તાનમાં સામાન્ય માણસની જેમ ફરે છે અને તેની 'કિસ્મત' અમેરિકાના હાથમાં નથી.

ન્યૂયોર્ક ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુંમં 64 વર્ષીય હાફિઝ સઇદે કહ્યું હતું કે 'હું સામાન્ય માણસની જેમ ફરું છું આ મારી પદ્ધતિ છે. મારી કિસ્મત અમેરિકાના હાથમાં નહી પણ અલ્લાહના હાથમાં છે. સમાચાર પત્રના અહેવાલ મુજબ લાહોરમાં હાફિઝ સઇદ ઘરની બહાર તે ફક્ત ક્લાશિનકોવથી લૈસ સમર્થકોના સુરક્ષા ઘેરામાં રહે છે પરંતુ તેને પાકિસ્તાન સરકાર પણ સુરક્ષા પુરી પાડે છે. મોટી જનસભાઓને સંબોધિત કરનાર અને ટેલિવિઝન ચેનલો પર પરિચર્ચામાં ભાગ લેનાર હાફિઝ સઇદ હવે ખોટી ધારનાઓને દૂર કરવા માટે પશ્વિમી મીડિયા સાથે વાતચીત કરી રહ્યો છે.

લશ્કર-એ-તોઇબાના ચીફનો દાવો છે કે પાકિસ્તાનની કોર્ટે તેના પર લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યાં છે. હાફિઝ સઇદે સવાલ કર્યો હતો કે ' અમેરિકા આખરે પાકિસ્તાનની ન્યાયિક વ્યવસ્થાનું સન્માન કેમ નથી કરતું ? લશ્કર-એ-તોઇબાના ચીફનું કહેવું છે કે તેના માટે અમેરિકા પ્રત્યે કોઇ દુર્ભાવના નથી. હાફિઝ સઇદે 1994માં પોતાની અમેરિકા યાત્રા વિશે જણાવ્યું હતું. તે દરમિયાન તેને હ્યુસ્ટન, શિકાગો અને બોસ્ટનના ઇસ્લામિક કેન્દ્રોમાં ભાષણ આપ્યું હતું.

સઇદ તે સમયે અમેરિકાને પસંદ કરતો હતો. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર હાફિઝ સઇદને લાહોર અને પાકિસ્તાનના બીજા ભાગમાં હરવા-ફરવા માટે મળેલી આઝાદીથી તે સંકેત મળે છે કે કેટલાક જનરલ અત્યારે પણ સારા જિહાદીઓને રાખવાનું પસંદ કરે છે. પશ્વિમી દેશોના ગુપ્તચર અધિકારીઓનું કહેવું છે કે ઉત્તરી પાકિસ્તાનમાં લશ્કર-એ-તોઇબાના ટ્રેનિંગ કેપ બંધ કરવામાં આવ્યા નથી.

English summary
Hafiz Saeed moves around with protection from the Pakistani state despite a $ 10 million US bounty for his conviction, the New York Times reported on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X