For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીનો વટ: યુએસના રિપબ્લિકન નેતાઓએ પાઠવી શુભેચ્છા!

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 9 નવેમ્બર: અમેરિકાના રિપબ્લિકન નેતાઓએ નરેન્દ્ર મોદીને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાતા તેમને શુભેચ્છા પાઠવી છે, અને તેમને કેપિટલ હિલમાં કોંગ્રેસના નેતાઓ તથા ભારતીય અમેરિકનોને સેટેલાઇટ દ્વારા સંબોધિત કરવાનું આમંત્રણ આપ્યું છે.

19 નવેમ્બરના રોજ આયોજન પહેલા કોંગ્રેસની સભ્ય કૈથી મેકમોરિસ રોઝર્સે મોદીને શુભેચ્છા સંદેશ આપતા જણાવ્યું હતું 'હું ભારતના વડાપ્રધાન પદ માટે ભાજપ તરફથી ઉમેદવાર જાહેર કરાયેલા નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવું છું.'

અમેરિકાની પ્રતિનિધિસભામાં 'ભારત(ઇન્ડિયા)ડે ઓન કેપિટલ હિલ'ના આયોજન હાઉસ રિપબ્લિકન કોન્ફ્રન્સ તરફથી કરવામાં આવી રહ્યું છે. હાઉસ રિપબ્લિકન કોન્ફ્રેન્સની અધ્યક્ષ રોઝર્સ છે. આયોજનમાં 'ઇન્ડિયન અમેરિકન એડવાઇઝરી કાઉન્સિલ'ના અધ્યક્ષ શલભ કુમાર સહયોગ કરશે.

આ વર્ષની શરૂઆતમાં રોઝર્સ કેટલાંક અન્ય સાંસદોની સાથે ભારત આવી હતી અને ગુજરાતમાં મોદીને પણ મળી હતી. તે પ્રભાવશાળી હાઉસ રિપબ્લિકન કોન્ફ્રેન્સની માત્ર બીજી મહિલા અધ્યક્ષ છે.

ભારતીય અમેરિકન સમુદાયના નેતાઓને મોકલવામાં આવેલા નિમંત્રણ પત્રમાં કહેવાયું છે કે 'તેમને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળવાનો અવસર મળ્યો અને તે ગુજરાતમાં તેમના કાર્યોની પ્રશંસક બની ગઇ'

રોઝર્સે મોદીને લખ્યું છે કે 'આ આયોજન 19 નવેમ્બર 2013ના રોજ યુએસ કેપિટલમાં થશે. આ દિવસે અમે દેવ દિવાળી, જૈન નવવર્ષ તથા ગુરુનાનક જયંતી પણ મનાવીશું.'

modi
તેમણે જણાવ્યું કે આ દિવસે હાઉસ મેજોરિટી લીડર એરીક કેન્ટર સહિત રિપબ્લિકન સાંસદો અને વિભિન્ન સમિતિઓના અધ્યક્ષ તથા સભ્યોની સાથે વ્યાપક વિચાર વિમર્શ થશે.

રોઝર્સે મોદીને પત્રમાં લખ્યું છે કે 'ભારત દિવસ પર શલભ કુમાર એક રેલીનું આયોજન કરી રહ્યા છે અને તેનું આમંત્રણ પણ આપને મળી ગયું હશે. રેલીમાં તેઓ આપનું સ્વાગત કરશે જેથી આપ ભારતીય અમેરિકન સમુદાય તથા અત્રે હાજર કોંગ્રેસ નેતાઓને સેટેલાઇટ વીડિયો દ્વારા સંબોધિત કરે.'

કુમારે જણાવ્યું કે 'ભારતીય અમેરિકન સમુદાયના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા માટે તથા અમારા સમુદાય સુધી રિપબ્લિકન પાર્ટી સાથે સંપર્ક વધારવાની ખાતરી રોઝર્સે 'ઇન્ડિયન અમેરિકન એડવાઇઝરી કાઉન્સીલ'નું ગઠન કર્યું છે.'

English summary
The top Republican leadership in the US has congratulated Narendra Modi on being nominated as the prime ministerial candidate of the opposition Bharatiya Janata Party (BJP), and has extended an invitation to address Congressional leaders and Indian Americans via satellite at the Capitol Hill.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X