For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીનો પાક.ને કડક સંદેશ, સાર્કમાં રહે કે ના રહે કોઇ ફર્ક નથી પડતો

|
Google Oneindia Gujarati News

કાઠમાંડૂ, 27 નવેમ્બર: પાકિસ્તાને કાઠમાંડૂમાં 18માં સાર્ક સંમેલન દરમિયાન ત્રણ મહત્વાના કરારમાં અડચણ નાખવાની પૂરેપૂરી કોશિશ કરી પરંતુ ભારતે પણ સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન રહે કે ના રહે, સાર્કમાં સામેલ આ કરાર અને મિત્રતાને મજબૂત કરવાની દિશામાં તમામ પ્રયાસ થશે. પાકના વડાપ્રધાન નવાઝ શરીફ જે 28ના રોજ પોતાના વતન રવાના થવાના હતા 27ના રોજ એટલે કે આજે જ પાકિસ્તાન રવાના થઇ જશે.

પાકિસ્તાનનો ઇનકાર
આ પહેલા તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે ત્રણ મહત્વના મુદ્દા જેમાં સાર્ક દેશોની આંતરિક કનેક્ટિવિટી, વીજળીનું એક ગ્રિડ અને વીજળીનો વ્યાપાર અને રોડ અને રેલવે નેટવર્ક ઉપલબ્ધ કરાવવામાં તેઓ અસફળ છે. નવાઝ શરીફની માનીએ તો પાકિસ્તાન આ પ્રોજેક્ટ્સને પોતાના દેશની આંતરિક સ્થિતિની સાથે તેની સાથે જોડાયેલી આંતરિક પ્રક્રિયાઓને પૂર્ણ નહીં કરી શકવાને કારણે પૂર્ણ નહીં કરી શકે.

saarc
ઇનકાર પર મોદીનો જવાબ
હિન્દુસ્તાન ટાઇમ્સમાં છપાયેલા એક અહેવાલનું માનીએ તો નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને કડક સંદેશ પાઠવતા જણાવ્યું હતું કે પાકિસ્તાન રહે કે ના રહે પરંતુ સાર્કના દેશોની વચ્ચે સંબંધ મજબૂત કરવા માટે તેઓ પ્રતિબદ્ધ છે. તેમને એ વાતથી કોઇ ફર્ક નથી પડતો કે પાકિસ્તાન સાર્કનો ભાગ રહે કે ના રહે.

હિન્દુસ્તાન ટાઇમ્સના આ અહેવાલ અનુસાર મોદીએ પાકિસ્તાનની વિરુદ્ધ પોતાના એ જ કડક વલણને આગળ ધપાવ્યું છે જેની એક ઝલક તેમણે 26 નવેમ્બરના રોજ આપી દીધી હતી. મોદીએ આ ક્ષેત્રમાં હાજર ક્ષેત્રીય નબળાઇઓનો ઉલ્લેખ કરી તેને મજબૂત કરવાની વાત કહી હતી.

મોદીએ 26 નવેમ્બરના રોજ જે સંદેશ આપ્યો તેનાથી સ્પષ્ટ કર્યું છે કે તેઓ સાર્ક દેશોની વચ્ચે આંતરિક વ્યાપાર, સહયોગ અને તમામ ક્ષેત્રોમાં મદદ પર ભાર આપવાની તેમણે વાત કહી હતી.

તમામ આગળ વધી રહ્યા છે પરંતુ ભારત-પાક નહીં
જે ભાષણ મોદીએ આપ્યું તેમાં સ્પષ્ટ થાય છે કે ભારતનો સાર્કમાં સામેલ તમામ દેશોની સાથે સહયોગ વધી રહ્યો છે. જ્યાં દિલ્હી-ઢાકાની વચ્ચે રોડ લિંક, રેલવે વીજળી અને વ્યાપારનું નેટવર્ક મજબૂત થઇ રહ્યું છે, નેપાળની સાથે વીજળી અને આને આ જ પ્રકારના સંબંધ ભારત આગળ વધારી રહ્યું છે. જ્યારે શ્રીલંકાની સાથે ભારતે ફ્રી ટ્રેડ એગ્રીમેંટ સાઇન કર્યું છે અને ભારત માલદ્વીપની તેલની જરૂરીયાતને પૂર્ણ કરી શકે છે.

અફગાનિસ્તાનની વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસો દરમિયાન તેની સાથે ભારતની નિકટતા વધી છે. પરંતુ માત્ર પાકિસ્તાન જ એવો દેશ છે જેની સાથે લાખો પ્રયત્નો છત્તા કોઇ સકારાત્મક પહેલ નથી થઇ રહી. મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે આંતરિક સંબંધ વધુ મજબૂત થશે પછી ભલે કોઇ સાર્કમાં રહે કે ના રહે.

English summary
Narendra Modi's blunt reply to Pakistan we will deepen the bond with your or without you.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X