ટાઇમ મેગેજીનની 'પર્સન ઑફ ધ ઇયર'ની યાદીમાં બીજા ક્રમે
ન્યૂયોર્ક, 1 ડિસેમ્બર: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે અમેરિકાની પ્રતિષ્ઠિત ટાઇમ મેગેજીનના પર્સન ઑફ ધ ઇયર ટાઇટલની દોડમાં શનિવાર સુધી સૌથી આગળ ચાલી રહ્યાં હતા, તેમણે ફર્ગ્યુસનના પ્રદર્શનકારીઓએ માત આપી છે.
ટાઇમના રીડર્સે નરેન્દ્ર મોદીના જગ્યાએ હવે ફર્ગ્યુસનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ પ્રદર્શનકારીઓને મહત્વ આપ્યું છે. નરેન્દ્ર મોદી પાસે અત્યારે 9.8 ટકા વોટ્સ છે જ્યારે ફર્ગ્યુસનના પ્રદર્શનકારી 10.8 ટકા વોટો સાથે નંબર વન પર છે. ખાસ વાત એ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા આ દોડમાં તે 11મા સ્થાન પર છે અને ફક્ત 2.4 ટકા રીડર્સની પસંદ છે.
'પર્સન ઑફ ધ ઇયર' આ વાર્ષિક ખિતાબ માટે પત્રિકાના વાચકોનો વોટ આપવાનો સિલસિલો ચાલુ છે અને તે છ ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે. વિજેતાના નામની જાહેરાત આઠ ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. ટાઇમ મેગેજીનના સંપાદક 'પર્સન ઑફ ધ ઇયર'ની પસંદગી કરવામાં આવશે, જેને 10 ડિસેમ્બરના રોજ જાહેર કરવાનો કાર્યક્રમ છે.

ઓગષ્ટમાં અમેરિકાએ ફર્ગ્યુસનમાં એક પ્રદર્શન દરમિયાન પોલીસે એક અશ્વેત નાગરિકને ગોળી મારી દિધી હતી ત્યારબાદ તેનું મોત નિપજ્યું હતું. થોડા દિવસો પહેલાં કોર્ટે આ પોલીસ ઓફિસરને સંપૂર્ણપણે દોષમુક્ત ગણાવતાં છોડી મુક્યો હતો. કોર્ટના આ ફેંસલા બાદ ફર્ગ્યુસનમાં સતત પ્રદર્શનોનો દૌર ચાલુ છે.
દોડમાં આ પણ છે સામેલ
ટ્રેવિસ કેલેનિક, બોકો હરમ ગર્લ્સ, બરાક ઓબામા, ડિલમા રૂસિફ, ટેડ ક્રુઝ, કિમ કર્દાશિયા, જોકો વિડોડો, રૈંડ પૉલ, મિચ મૈકકોનેલ, એલોન મસ્ક, બેંજામિન નેતન્યાહ, અયાતુલ્લા અલી ખમિની, કાન્યે વેસ્ટ, જૉન કેરી, જૉન ઑલિવર, અબ્દુલ ફતહ અલ સીસી, બિયોંસ, થૉમસ પાઇકટી, એંજેલા માર્કેલ, હિલેરી ક્લિંટન, જેફ બેજૉસ, પોપ ફ્રાંસિસ, શી જિનપિંગ, હસન રૂહાની, જેનેટ યેલેન, જોશુઆ વોંગ, ચાર્લ્સ અને ડેવિડ કૉચ, અબુ બકર અલ બગદાદી, જેનિફર લોરેંસ, બશર અલ
અસદ, ટિમ કુક, ક્રિસ્ટોફર નોલેન, ટેલર સ્વિફ્ટ, રોજર ગુડેલ અને એલિજાબેથ વોરેન અન્ય.












Click it and Unblock the Notifications
