For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

3 ઑગસ્ટના રોજ કડક સુરક્ષાની વચ્ચે નેપાળ જશે વડાપ્રધાન

|
Google Oneindia Gujarati News

કાઠમાંડુ, 31 જુલાઇ: નેપાળમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખી હવાઇ સિક્યુરિટીમાં વધારો કરી દેવામાં આવ્યો છે અને વિશેષ કમાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતીય કમાંડો પણ મોદીના પ્રવાસ પહેલા સુરક્ષા તપાસ માટે નેપાળ રવાના થશે. નેપાળ સરકારે પોતાના ચારેય રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓના જવાનોને મોદીની યાત્રા દરમિયાન સુરક્ષામાં રોકવામાં આવ્યા છે.

મોદી નેપાળના વડાપ્રધાન સુશીલ કોઇરાલાના આમંત્રણ પર પોતાની પહેલી બે દિવસીય નેપાળ યાત્રા માટે 3 ઑગસ્ટના રોજ પહોંચી રહ્યા છે. નેપાળના ગૃહ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે એક સપ્તાહની નિર્ધારિત યોજના અનુસાર નેપાલ સેના, આર્મ્ડ પોલીસ ફોર્ડ, નેપાળ પોલીસ અને નેશનલ ઇંટેલિજન્સ ડિપાર્ટમેન્ટ પોતાના જવાનોના બંદોબસ્તની સાથે કામ શરૂ કરી ચૂકી છે.

narendra modi
નેપાળના ગૃહ મંત્રાલયના પ્રવક્તા લક્ષ્મી પ્રસાદ ધાકલે જણાવ્યું, કે અમારી પાસે આ પ્રકારના અતિ વિશેષ કાર્યક્રમો માટે માપદંડ સંચાલન પ્રક્રિયા હોય છે, જે અંતર્ગત અમે ભારતના વડાપ્રધાનના પ્રવાસને લઇને પૂર્તા સુરક્ષાકર્મચારીઓની ગોઠવણી કરી છે. આ ઉપરાંત ભારતીય સુરક્ષા એજન્સીઓનું એક દળ નેપાળની સુરક્ષા એજન્સીઓની સાથે મળીને કામ કરી રહ્યું છે અને ભારતના કમાંડોનું એક જૂથ મોદીની યાત્રાના એક દિવસ પહેલા શનિવારે સુરક્ષા તપાસ માટે કાઠમંડૂ પહોંચશે.

અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. નરેન્દ્ર મોદી અત્રેના વિશ્વપ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરના દર્શન પણ કરવાના છે. આ ઉપરાંત તેઓ નેપાળને સુરક્ષા માટે ફંડની જાહેરાત કરે તેવી પણ સંભાવના છે.

English summary
Prime Minister Narendra Modi will go Nepal on 3rd August with high security.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X