For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NASAએ કર્યુ એસએસ કલ્પના ચાવલા સ્પેસશિપને લૉન્ચ

નાસાએ ભારતીય મૂળની પહેલી મહિલા અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલાના નામવાળુ સિગ્નસ સ્પેસશિપ લૉન્ચ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ નાસાએ ભારતીય મૂળની પહેલી મહિલા અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલાના નામવાળુ સિગ્નસ સ્પેસશિપ લૉન્ચ કરી દીધુ છે. અમેરિકન એરોસ્પેસ કંપની નાર્થરોપ ગ્રુમેનના આ કાર્ગો સ્પેસશિપને લૉન્ચ કરવામાં આવ્યુ. જો કે લૉન્ચિંગથી બરાબર 2 મિનિટ 40 સેકન્ડ પહેલા આ ગ્રાઉન્ડ સપોર્ટ ઈક્વિપમેન્ટમાં ખરાબી આવવાના સમાચાર આવ્યા હતા પરંતુ બાદમાં ફરીથી તેને ઠીક કરીને સ્પેસશિપને લૉન્ચ કરવામાં આવ્યુ. નાસાએ ટ્વિટ કરીને આની માહિતી આપી. તમને જણાવી દઈએ કે 29 સપ્ટેમ્બરે ખરાબ હવામાનના કારણે આને લૉન્ચ કરી શકાયુ નહોતુ.

nasa

ઉલ્લેખનીય છે કે નાર્થરોપ ગ્રુમેને સપ્ટેમ્બરમાં પોતાની આ સ્પેસશિપનુ નામ કલ્પના ચાવલાના નામે રાખવાનુ એલાન કર્યુ હતુ. કંપનીએ કહ્યુ હતુ - કલ્પના ચાવલાના નામે આગલા એનજી-14 સિગ્નસ સ્પેસક્રાફ્ટનુ નામ રાખીને અમને ગર્વ થઈ રહ્યુ છે. કલ્પના ચાવલા અંતરિક્ષ જતા ભારતીય મૂળની પહેલી મહિલા અંતરિક્ષ યાત્રી હતી. 2003માં અંતરિક્ષ યાનમાં થયેલી એક દૂર્ઘટનામાં તેમના બીજા છ સાથીઓના મોત થઈ ગયા હતા.

એસ એસ કલ્પના ચાવલા એક રી-સપ્લાઈશિપ છે નાર્થરોપ ગ્રુમેન કંપનીની પરંપરા છે દરેક સિગ્નસ સ્પેસક્રાફ્ટનુ નામ એક એવા વ્યક્તિના નામ પર રાખવામાં આવે છે જેણે હ્યુમન સ્પેસ ફ્લાઈટમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હોય. કલ્પના ચાવલાને આ સમ્માન માટે એટલા માટે પસંદ કરવામાં આવી કારણકે તેમણે ભારતીય મૂળના પહેલા અંતરિક્ષ યાત્રી તરીકે ઈતિહાસ રચ્યો હતો. એસ એસ કલ્પના ચાવલા એક રી-સપ્લાઈ શિપ છે. આની મદદથી આઈએસએસ પર 3629 કિગ્રા સામાન પહોંચાડવામાં આવશે.

હાથરસ કેસઃ SP-DSP સસ્પેન્ડ, આરોપીઓ-પીડિત પરિવારનો થશે નાર્કોહાથરસ કેસઃ SP-DSP સસ્પેન્ડ, આરોપીઓ-પીડિત પરિવારનો થશે નાર્કો

English summary
NASA launched Cygnus spacecraft, named after astronaut Kalpana Chawla.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X