For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક સમયે નેલ્સન મંડેલા ભારતીય મહિલાના ગાઢ પ્રેમમાં હતા

|
Google Oneindia Gujarati News

nelson-mandela-amina-cachalia
જ્હોનિસબર્ગ, 30 માર્ચ : રંગભેદ વિરોધી આંદોલનના નાયક અને દક્ષિણ આફિકાના ગાંધી તરીકે ઓળખાતા દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા એક સમયે ભારતીય મૂળની મહિલાનો પોતાનું દિલ આપી બેઠા હતા. તેઓ તેમને પોતાની જીવન સંગિની બનાવવા ઇચ્છતા હતા. પણ મહિલાએ તેમના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.

આ મહિલાનું નામ અમિના કસાલિઆ છે. હવે તેઓ આ દુનિયામાં નથી. અમિનાની જીવનકથા 'વ્હેન વી હોપ એન્ડ ઇસ્ટ્રી રાઇઝ'માં કહેવામાં આવ્યું છે કે 27 વર્ષ સુધી કારાગારમાં રહ્યા બાદ બહાર આવ્યા પછી મંડેલાએ તેમની સમક્ષ લગ્ન પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે તે સ્વીકાર્યો ન હતો.

આફ્રિકી નેશનલ કોંગ્રેસ (એએનસી)ના દિગ્ગજ કાર્યકર્તા યુસુફ કસાલિઆની વિધના અમિના પાછલા મહિને 83 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. અમિનાના બાળકો ગાલિબ અને કોકોએ પણ આ બાબતને સમર્થન આપ્યું છે કે તેમની માતાએ તેમને મંડેલાના આ પ્રસ્તાવ વિશે જણાવ્યું છે.

વર્તમાન સમયમાં 94 વર્ષના નેલ્સન મંડેલા ફેફસાંમાં ચેપ લાગવાને કારણે બિમાર છે અને પ્રિટોરિયાની એક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. તેમને 1994માં દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

અમિના અને યુસુફ અનેક વર્ષો સુધી ભારતમાં રહ્યા હતા. અમિનાએ પોતાના પુસ્તકમાં જણાવ્યું છે કે મંડેલા એકલા કેવી રીતે તેમના એપાર્ટમેન્ટમાં આવ્યા કરતા હતા. અને તેઓ પણ કેવી રીતે મંડેલાના આવાસ અને કાર્યાલય જતા હતા.

તેમણે મંડેલાના પ્રસ્તાવ અંગેનું વર્ણન કરતા લખ્યું છેકે "તેઓ મારી સામે સોફા પર બેઠા હતા. ત્યાર બાદ મને ચુંબન કરવા લાગ્યા. ત્યાર બાદ તેઓ તેમની આંગળીઓ મારા વાળમાં ફેરવીને કહેવા લાગ્યા કે શું તમે નથી જાણતા કે તમે કેટલા સૌંદર્યવાન, જિંદાદિલ અને મનમોહક વ્યક્તિત્વ ધરાવતા યુવતી છો?" ત્યારે મેં તરત જ જવાબ આપ્યો હતો કે હું યુવાન નહીં પણ આધેડ વયની મહિલા છું.

ત્યાર બાદ મંડિલાએ તેમને કહ્યું હતું કોઇ વાંધો નથી. ફરીથી શરૂઆત કરો. ત્યાર બાદ તેમણે અમિનાને અનેક ઉપમાઓ આપી હતી.

English summary
Nelson Mandela once fell in love with Indian woman.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X