Nepal Earthquake: નેપાલમાં ભયાનક ભૂકંપ, ભારતે શરૂ કર્યો હેલ્પલાઇન નંબર

Nepal Earthquake: નેપાળમાં ફરી ભૂકંપના આંચકા નોધાયા છે. એક જ દિવસમાં ત્રણ વખત ભૂકંપના આંચકા નોંધાવાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ જાજરકોટ અને રુકુમમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. આ વિનાશકારી ભૂકંપના આંચકા રવિવારની સવારે નોંધાયા હતા. જેની તીવ્રતા 3.6 માપવામાં આવી છે.

નેશનલ સિસ્મોલોજિકલ સેન્ટરે જણાવ્યું હતું કે, ભૂકંપ રવિવારે સવારે 4:38 કલાકે આવ્યો હતો, તેનું કેન્દ્ર કાઠમંડુથી 169 કિમી ઉત્તર-પશ્ચિમમાં 10 કિમીની ઊંડાઈએ હતું.

ઉલ્લેખનીય છે કે, નેપાળમાં શુક્રવારે મોડી રાત્રે 6.4ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ પછી શનિવારે બપોરે પણ 3.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. વારંવારના ભૂકંપના કારણે નેપાળના લોકો ભયમાં જીવવા મજબૂર બન્યા છે.

Nepal Earthquake

159 આંચકા અનુભવાયા - નેપાળમાં શુક્રવારે રાત્રે 11.47 કલાકે આવેલા પ્રચંડ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 157 લોકોના મોત થયા છે, જ્યારે 375 લોકો ઘાયલ થયા છે. સૌથી વધુ વિનાશ પશ્ચિમના જિલ્લા જાજરકોટ અને પશ્ચિમ રુકુમમાં થયો છે. અહેવાલ છે કે, શુક્રવારે રાત્રે ભૂકંપના પ્રારંભિક આંચકા બાદ પશ્ચિમ નેપાળમાં 159 આંચકા અનુભવાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ નેપાળમાં 6.4ની તીવ્રતાના ભૂકંપથી હજારો મકાનો ધરાશાયી થયા છે. સેંકડો લોકો ગુમ છે, સેનાએ તેમની શોધખોળ હાથ ધરી છે.

કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાની જહેમત ચાલુ છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા નારાયણ પ્રસાદ ભટ્ટરાઈએ જણાવ્યું હતું કે, જાજરકોટ અને પશ્ચિમ રુકુમના પશ્ચિમ જિલ્લાઓને સૌથી વધુ નુકસાન થયું છે. એકલા જાજરકોટમાં 105 અને રુકુમમાં 52 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે નેપાળમાં 2015 પછીનો સૌથી ભયાનક ભૂકંપ અનુભવાયો હતો. 2015માં 7.8ની તીવ્રતાના ભૂકંપમાં લગભગ 9,000 લોકોના મોત થયા હતા અને 22 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને રેડક્રોસના જણાવ્યા અનુસાર, તે સમયે ખાસ કરીને પશ્ચિમ અને મધ્ય જિલ્લાઓમાં 8 લાખથી વધુ મકાનોને નુકસાન થયું હતું.

ભારતે હેલ્પલાઇન નંબર શરૂ કર્યો - ભારતીય વિદેશ મંત્રાલયે શનિવારે એક હેલ્પલાઇન નંબર +977-9851316807 શરૂ કર્યો છે. નેપાળમાં ફસાયેલા ભારતીયો મદદ માટે આ નંબરો પર સંપર્ક કરી શકે છે. ઓક્ટોબરમાં ત્રણ ભૂકંપ આવ્યા છે, જેમાં નેપાળમાં 22 ઓક્ટોબર, 16 ઓક્ટોબર અને 3 ઓક્ટોબરના રોજ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X