નવા કોરોનાવાયરસે ન્યૂઝીલેન્ડમાં ખલબલી મચાવી, 3 દિવસ માટે ઑકલેંડમાં લૉકડાઉન
નવા કોરોનાવાયરસે ન્યૂઝીલેન્ડમાં ખલબલી મચાવી, 3 દિવસ માટે ઑકલેંડમાં લૉકડાઉન
દુનિયામા ધીરે ધીરે કોરોનાવાયરસનો ખાત્મો થઈ રહ્યો છે પરંતુ ન્યૂઝીલેન્ડ ફરી એકવાર લૉકડાઉન લાગી ગયું છે. ન્યૂઝીલેન્ડના સૌથી મોટાં શહેર ઑકલેંડમાં ત્રણ દિવસનું લૉકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. આ લૉકડાઉન રવિવારે અડધી રાતથી લાગૂ પડશે. શહેરમાં નવા કોરોનાવાયરસનો કેસ સામે આવ્યા બાદ સરકારે લૉકડાઉન લગાવવાનો ફેસલો લીધો છે.

અહીં લૉકડાઉન દરમ્યાન જરૂરી સેવાઓ સિવાય બધું જ બંધ રહેશે. જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડના પ્રાઈમ મિનિસ્ટર અર્ડને કેબિનેટમાં અન્ય શીર્ષ સાંસદો સાથે એક જરૂરી બેઠક બાદ આ પગલાંની ઘોષણા કરી. અર્ડર્ને કહ્યું કે હાલમાં જ જાણવા મળ્યું કે આ કોવિડ વાયરસ વધુ સંક્રામક હોય શકે છે માટે આપણે વધુ સાવધાની વરતવાની જરૂરત છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી પ્રકોપ વિશે વધુ માહિતી ના મેળવી શકીએ ત્યાં સુધી વધુ સાવધાની વરતવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
