For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાપાનના ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટમાં નવું રેડિયોએક્ટિવ વોટર લિકેજ

|
Google Oneindia Gujarati News

fukushima-nuclear-plant
ટોકિયો, 11 એપ્રિલ : જાપાનના ઉત્તર પૂર્વમાં આવેલા ફૂકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટમાં નવે સરથી રેડિયોએક્ટિવ લીકેજ થયું હોવાના અહેવાલ મળ્યા છે. આ અંગેની ઘોષણા પ્લાન્ટ ઓપરેટરે ગુરુવારે કરી હતી. ન્યુઝ એજન્સી ક્યોડોએ સાઇટ પ્લાન્ટના ઓપરેટર ટોકિયો ઇલેક્ટ્રિક પાવર કંપની (ટેપ્કો)ને ટાંકીને જણાવ્યું કે "આ વખતે પાઇપિંગના જોડાણમાંથી અંદાજે 22 લીટર રેડિયોએક્ટિવ પાણી લીક થયું છે. આ પ્રવાહી જમીનમાં શોષાઇ ગયું છે."

વર્ષ 2011માં આવેલા ભૂકંપને કારણે સુનામીનો ભોગ બનેલા પાવર પ્લાન્ટની સમસ્યાઓમાં એક વધુ સમસ્યાનો ઉમેરો થયો હતો. ગુરુવારે દિવસના પ્રારંભમાં ટેપ્કોએ જાહેર કર્યું હતું કે તે પ્લાન્ટની કૂલિંગ સિસ્ટમ માટે ઉપયોગમાં લેવામાં આવતા રેડિયોએક્ટિવ વોટરને અંડરગ્રાઉન્ડ સ્ટોર કરવાને બદલે સપાટી પરની સ્ટોરેજ ટેંકમાં સંગ્રહિત કરશે.

ગયા સપ્તાહે પ્લાન્ટ ઓપરેટરે જણાવ્યું હતું કે અન્ય 7 અન્ડરગ્રાઉન્ડ સ્ટોરેજ ટેન્કમાંથી અંદાજે 120 ટન રેડિયોક્ટિવ દૂષિત પાણી લીકેજ થયું હતું. ટેપ્કોએ સ્પષ્ટતા કરી છે કે આ વખતનું નવું લીકેજ નાના પ્રમાણમાં છે અને રેડિયોએક્ટિવ દૂષિત પાણી દરિયામાં ગયું નથી.

English summary
New radioactive water leak at Fukushima n plant.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X