For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રુકલિન ગોળીબારમાં 23 લોકો ઘાયલ, ન્યૂયૉર્ક પોલિસે જાહેર કર્યો શંકાસ્પદ વ્યક્તિનો ફોટો

બ્રુકલિન હુમલામાં શામેલ શંકાસ્પદ હુમલાખોરના ફોટાને ન્યૂયૉર્ક પોલિસે શેર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ન્યૂયૉર્કઃ ન્યૂયૉર્કના બ્રુકલિન મેટ્રો સ્ટેશન પર જે રીતે મંગળવારે ગોળીબાર થયો તેમાં અત્યાર સુધી 23 લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આ હુમલામાં શામેલ શંકાસ્પદ હુમલાખોરના ફોટાને ન્યૂયૉર્ક પોલિસે શેર કર્યો છે. ન્યૂયૉર્ક પોલિસ તરફથી શંકાસ્પદ હુમલાખોરના ફોટાને ન્યૂયૉર્ક પોલિસે શેર કર્યો છે. ન્યૂયૉર્ક પોલિસ તરફથી શંકાસ્પદ હુમલાખોરના ફોટાને શેર કરીને લખવામાં આવ્યુ, એ ફ્રેંક જેમ્સ છે કે જે આ તપાસમાં શંકાસ્પદ વ્યક્તિ છે, આના વિશે કોઈને પણ માહિતી મળે તો સીધા અમને 800-577-TIPS પર માહિતી આપો.

firing

વળી, ન્યૂયૉર્કના પોલિસ કમિશ્નર કીચેંટ સીવેલે કહ્યુ કે અમે સૌભાગ્યશાળી છીએ કે સ્થિતિ એટલી બદતર નથી. હાલમાં અમને ખબર નથી કે શંકાસ્પદ વ્યક્તિનો ઈરાદો શું છે અને આ હુમલા પાછળનુ કારણ શું છે. આ શંકાસ્પદ વ્યક્તિ ટ્રેનમાં ચડ્યો અને તેનો ઈરાદો હિંસાનો હતો. અમે આ હુમલામાં ઉચ્ચ સ્તરીય તપાસ કરી રહ્યા છે જેમાં એનવાઈપીડીના ડિટેક્ટીવ, એફબીઆઈ અને એંટી ટેરરિઝમ ફોર્સ શામેલ છે.

ન્યૂયૉર્ક પોલિસના ચીફના જેમ્સ એસિઝે કહ્યુ કે અમે એ શોધવાની કોશિશ કરી રહ્યા છે કે શું આ વ્યક્તિનુ આ હુમલા સાથે કોઈ કનેક્શન છે. તમને જણાવી દઈએ કે મંગળવારની સવારે લગભગ 8.30 વાગે બ્રુકલિન 36 સ્ટ્રીટ પર એક હુમલાખોરે સ્મોક બૉમ્બ ફેંક્યો અને લોકો પર ગોળીબાર શરુ કરી દીધો. ત્યારબાદ ઘણા લોકોને ગોળી વાગી અને લોકોને જમીન પર લોહીથી લથપથ જોવામાં આવ્યા. ચારે તરફ ધૂમાડો જ ધૂમાડો સ્ટેશન પર ભરાઈ ગયો. આ દરમિયાન હુમલાખોરે 33 વાર લોકો પર ફાયરિંગ કર્યુ જેમાં લગભગ 10 લોકોને ગોળી વાગી. જ્યારે નાસભાગમાં 13 લોકો ઘાયલ થઈ ગયા. સારી વાત એ છે કે કોઈ પણ ઘાયલના જીવને જોખમ નથી.

પોલિસ ચીફે કહ્યુ કે આ હુમલામાં અમે તપાસ કરી રહ્યા છે, અમને આ દરમિયાન ગ્લોક હેંડગન મળી છે. ત્રણ મેગેઝીન, હેચેટ અને અન્ય સામાન મળ્યા છે. શંકાસ્પદ વ્યક્તિની ઓળખ છતી કરનાર પર 50 હજાર ડૉલરનુ ઈનામ રાખવામાં આવ્યુ છે. પોલિસનુ કહેવુ છે કે હુમલાખોરની લંબાઈ 5.5 ફૂટ છે, 170 પાઉન્ડ વજન છે. તેણે કમરમાં કંસ્ટ્રક્શન બેલ્ટ પહેરી રાખ્યો છે, સિલેટી રંગનુ સ્વેટશર્ટ પહેર્યુ છે અને ગેસ માસ્ક લગાવી રાખ્યુ છે.

English summary
New York police release photo of person of interest in Brooklyn firing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X