For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WHOએ કહ્યુ- કોઈ પુરાવા નથી કે સાઉથ આફ્રિકાનો કોરોના સ્ટ્રેન વધુ સંક્રમક છે, UKએ કર્યો હતો દાવો

WHO કહ્યુ છે કે અત્યાર સુધી એ વાતના કોઈ પુરાવા નથી મળ્યા કે દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલ કોરોના વાયરસનો નવો સ્ટ્રેન વધુ સંક્રમક છે.

|
Google Oneindia Gujarati News

WHO on South Africa coronavirus variant: વિશ્વ આરોગ્ય સંગઠને(WHO) કહ્યુ છે કે અત્યાર સુધી એ વાતના કોઈ પુરાવા નથી મળ્યા જેનાથી એ કહી શકાય કે દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલ કોરોના વાયરસનો નવો સ્ટ્રેન બ્રિટનમાં મળી આવેલ કોરોનાના નવા સ્ટ્રેનથી વધુ સંક્રમક છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશનના કોવિડ-19ના ટેકનિકલ પ્રમુખ, મારિયા વાન કેરખોવે કહ્યુ કે એ વાતના કોઈ સંકેત નથી કે દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસ વેરિઅંટની ઓળખ બ્રિટનમાં ઝડપથી ફેલાઈ રહેલ કોરોનાના નવા સ્ટ્રેનની સરખામણીમાં વધુ સંક્રમક છે.

corona vaccine

બ્રિટન અને દક્ષિણ આફ્રિકા બંનેએ હાલના સપ્તાહમાં કોવિડ-19ના નવા વેરિઅંટ જોવા મળ્યા બાદ બંને દેશોમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. સાઉથ આફ્રિકાના દેશ કોરોના વાયરસના નવો સ્ટ્રેન આવ્યા બાદથી ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યાં રોજ મૃતકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

સાઉથ આફ્રિકાના કોરોના સ્ટ્રેનને લઈને UK એ કર્યો હતો દાવો

બ્રિટનના આરોગ્ય મંત્રી મેટ હેકૉકે ગયા મહિનાના અંતમાં જણાવ્યુ હતુ કે દક્ષિણ આફ્રિકામાં સામે આવેલ કોવિડ-19ના નવા સ્ટ્રેનના બે કેસ બ્રિટનમાં પણ મળી આવ્યા હતા. ત્યારબાદ તેમણે દાવો કર્યો હતો કે કોરોનાનુ નવુ સ્વરૂપ જે બ્રિટનમાં મળ્યુ છે તેવો જ તેનો સ્ટ્રેન દક્ષિણ આફ્રિકામાં પણ મળ્યો છે. આ દરમિયાન કહેવામાં આવ્યુ હતુ કે શરૂઆતની તપાસમાં સામે આવ્યુ છે કે બ્રિટનથી વધુ દક્ષિણ આફ્રિકામાં સામે આવેલ કોવિડ-19ના નવા સ્ટ્રેનથી વધુ સંક્રમક છે. હાલમાં પણ બ્રિટનના આરોગ્ય મંત્રી મેટ હેકૉકે કહ્યુ હતુ કે તે સાઉથ આફ્રિકામાં કોરોનાના નવા સ્ટ્રેનથી ચિંતિત છે. તેમણે કહ્યુ હતુ કે વધુ પ્રભાવ કરનાર નવો વાયરસ બ્રિટનની વેક્સીન યોજનાઓ પર પણ અસર કરી શકે છે.

દેશના 736 જિલ્લાઓમાં આજે એકસાથે કોરોના વેક્સીનની ડ્રાય રનદેશના 736 જિલ્લાઓમાં આજે એકસાથે કોરોના વેક્સીનની ડ્રાય રન

English summary
No sign South Africa coronavirus variant more contagious than UK Covid-19 variant: WHO
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X