Nostradamus Prediction 2023 : જાણો નોસ્ત્રાદમસની ભયાનક ચેતવણી, આ દિવસે આવી શકે છે પ્રલય
Nostradamus Prediction 2023 : રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ પૂર્ણ થવાના કોઇ એંધાણ દેખાઇ રહ્યા નથી. આવા સમયે લોકોમાં એક ભવિષ્યવાણીને કારણે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
Nostradamus Prediction 2023 : રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ પૂર્ણ થવાના કોઇ એંધાણ દેખાઇ રહ્યા નથી. આવા સમયે લોકોમાં એક ભવિષ્યવાણીને કારણે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ફ્રાંન્સના વિશ્વ વિખ્યાત ભવિષ્યવેતા માઇકલ ડી નોસ્ત્રેદમસ દ્વારા કરવામાં આવેલી હજારો ભવિષ્યવાણીમાં દુનિયામાં થનારી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. જેમાંથી અત્યાર સુધીમાં ઘણી સાચી પડી છે.
નોસ્ત્રેદમસે વર્ષ 3997 સુધીની ભવિષ્યવાણી કરી છે. નોસ્ત્રેદમસે પોતાના પુસ્તક લેસ પ્રોફેટિઝમાં આ ભવિષ્યવાણી કરી છે. જેમાંથી અત્યાર સુધીમાં 800થી વધુ ભવિષ્યવાણી સાચી પડી છે.

ત્રીજા વિશ્વયુદ્ધની ભવિષ્યવાણી
વર્તમાન સમયમાં ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધે વિશ્વને બે જૂથોમાં વહેંચી દીધું છે અને વિનાશક પરમાણુ બોમ્બ હુમલાની ધમકીઓ આપવામાં આવી રહી છે.
આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ શાંતિની અપીલ કરી રહી છે, પરંતુ સ્થિતિને જોતા એવું લાગતું નથી કે, દુનિયામાં ફેલાયેલી અશાંતિ જલ્દી શાંત થઈ જશે.
સૌથી મોટો ભય એ છે કે, જો આ રીતે તણાવ વધતો રહ્યો તો ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ શકે છે. બાબા વેંગા અને નોસ્ત્રેદમસ દ્વારા કરવામાં આવેલી ત્રીજા વિશ્વયુદ્ધની ભવિષ્યવાણીને કારણે લોકોમાં ડર ફેલાઇ રહ્યો છે.

નોસ્ત્રેદમસે કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તામાં આવવાની ભવિષ્યવાણી
નોસ્ત્રેદમસે ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના મૃત્યુ જેવી ભવિષ્યવાણીઓ કરી હતી, જે સાચી સાબિત થઈ છે.
નોસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ પર સંશોધન કરી રહેલા લોકોના મતે નોસ્ત્રેદમસે સેંકડો વર્ષ પહેલા ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રમોદીના સત્તામાં આવવાની ભવિષ્યવાણી કરી હતી.

દુનિયામાં અણુબોમ્બ ફૂટશે
વર્ષ 2022 ના અંતમાં દોઢ મહિનો બાકી છે, પરંતુ વર્ષ 2022 માટે નોસ્ત્રેદમસની આગાહીઓથી લોકો ખૌફમાં છે. નોસ્ત્રેદમસની આગાહીમુજબ આ વર્ષે દુનિયામાં અણુબોમ્બ ફૂટશે. જો આમ થશે, તો કરોડો લોકો સામે ભૂખમરા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

વિશ્વયુદ્ધમાં વિશ્વના ઘણા દેશોનું અસ્તિત્વ ખતમ થઈ જશે
નોસ્ત્રેદમસે ભવિષ્યવાણીમાં જણાવ્યું છે કે, ત્રીજું વિશ્વ યુદ્ધ સાત મહિના સુધી ચાલશે, જેમાં લાખો લોકોના મોત થઈ શકે છે. નોસ્ત્રેદમસના મતે આ વિશ્વયુદ્ધમાં વિશ્વના ઘણા દેશોનું અસ્તિત્વ ખતમ થઈ જશે. જે લોકો આ યુદ્ધમાં બચી જશે, તેઓ પોતાનું જીવન નવેસરથી શરૂ કરશે.

બાબા વેંગાએ ભારત માટે કરી આ ભવિષ્યવાણી
બાબા વેંગાએ આગાહી કરી હતી કે, વર્ષ 2022માં વિશ્વમાં તાપમાનમાં ઘટાડો થશે, જેના કારણે તીડનો પ્રકોપ વધશે. ખોરાકની શોધમાં તીડ ભારત પર હુમલો કરશે.
તીડના હુમલામાં પાકને નુકસાન થશે. જેના કારણે ભારતમાં દુકાળની સ્થિતિ સર્જાઈ શકે છે અને દેશમાં ભૂખમરાની સંભાવના છે. જો બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે, તો દેશમાં મોટી મુશ્કેલી આવી શકે છે.
આ પહેલા પણ બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે, જેના કારણે લોકોના મનમાં ખૌફ જોવા મળી રહ્યો છે.












Click it and Unblock the Notifications
