For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાલ પુરતી નહીં થાય પાક પીએમની ધરપકડ

By Super
|
Google Oneindia Gujarati News

raja-pervaiz-ashraf
ઇસ્લામાબાદ, 17 જાન્યુઆરીઃ પાકિસ્તાનના પીએમ રાજા પરવેઝ અશરફની હાલ પુરતી ધરપકડ કરવામાં નહીં આવે. એન્ટી કરપ્શન વિભાગના પ્રમુખે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, ભ્રષ્ટાચાર મામલે પ્રધાનમંત્રી રાજા પરવેઝની ધરપકડ નહીં કરે. તેમણે કોર્ટને જણાવ્યું કે, ભ્રષ્ટાચાર મામલે એન્ટી કરપ્શન વિભાગ પાસે પુરતા પુરાવા નથી.

પાકિસ્તાનમાં વર્ષ 2010ના ભ્રષ્ટાચારના એક મામલામાં પ્રધાનમંત્રી રાજા પરવેઝ અશરફ તથા અન્ય 15ની ધરપકડ કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. જેના સંદર્ભમાં એનએબીના અધિકારી ગુરુવારે કોર્ટ સમક્ષ હાજર થયા હતા.

પાકિસ્તાની સર્વોચ્ચ ન્યાયાલયના પ્રધાન ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ઇફ્તિખાર મોહમ્મદ ચૌધરીએ મંગળવારે વિદ્યુત પરિયોજનામાં લાંચ લેવાના સંબંધમાં પ્રધાનમંત્રી તથા અન્ય 15 લોકોની ધરપકડના આદેશ આપ્યાં હતા. જ્યારે સર્વોચ્ચ ન્યાયાલયનો આદેશ આવ્યો હતો, તે સમયે તાહિરુલ કાદરી સરકારના રાજીનામાને લઇને સંસંદ બહાર સમર્થકો સાથે પ્રદર્શન કરી રહ્યાં હતા. અદાલતના આદેશે એ અટકળોને પણ હવા આપી છે કે મધ્ય મેમાં પ્રસ્તાવિત ચૂંટણીને બાધિત કરવા માટે સેના તથા ન્યાયપાલિકાની મિલીભગત પણ હોઇ શકે છે.

English summary
Pakistan NAB chief on Thursday told the Supreme Court that the evidence in a corruption case involving Prime Minister Raja Pervez Ashraf was weak and unlikely to lead to conviction.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X