For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાના બહાને પાકિસ્તાને હાફિઝ સહિત સહિત કેટલાય આતંકવાદીઓને છોડી મૂક્યા

કોરોનાના બહાને પાકિસ્તાને હાફિઝ સહિત સહિત કેટલાય આતંકવાદીઓને છોડી મૂક્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આખી દુનિયા કોરોનાથી બચવાના રસ્તા શોધી રહી છે. કોરોના સંક્રમણના વધતા મામલા વચ્ચે દુનિયાભરના દેશ તેને અટકાવવામા લાગ્યા છે ત્યારે પાડોસી દેશ પાકિસ્તાન અલગ જ રસ્તે ચાલી રહ્યું છે. પાકિસ્તાન સરકારે કોરોના સંક્રમણના બહાને ખૂંખાર આતંકીઓને જેલથી છોડી દીધા છે. સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ એફએટીએફની કાર્યવાહીના ડરથી પાકિસ્તાને આતંકી સંગઠનોના લોકોને જેલમાં બંધ કર્યા હતા, હવે કોરોનાના બહાને પાકિસ્તાને આ બધા આતંકવાદીઓને છોડી મૂક્યા છે.

આતંકી હાફિઝ સૈયર છૂટ્યો

આતંકી હાફિઝ સૈયર છૂટ્યો

જણાવી દઈએ કે પાકિસ્તાને ખુદને FATF દ્વારા બ્લેકલિસ્ટ કરવાથી બચવા માટે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સહિત કેટલાય ખતરનાક આતંકીઓને જેલમાં નાખી દીધા હતા. હવે કોરોનાના ખતરાનો હવાલો આપી તેમને ચોડી મૂક્યા છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાન સરકારના આદેશ બાદ જેલથી છોડવામાં આવેલા લશ્કર પ્રમુખ હાફિઝ સૈયદ સહિત આ આતંકીઓ હવે પોતાના ઘરે આરામથી રહી રહ્યા છે.

કોરોનાના બહાને આતંકવાદીઓને છોડી મૂક્યા

કોરોનાના બહાને આતંકવાદીઓને છોડી મૂક્યા

પાકિસ્તાનની જેલથી આતંકી હાફિઝ સૈયાદને શનિવારે જેલથી છોડી મૂક્યો છે. કોરોના સંક્રમણનો હવાલો આપતા હાફિઝ સૈયાદ સહિત કેટલાય આતંકી છૂટી ગયા છે. જણાવી દઈએ કે ટેરર ફંડિંગ મામલામાં અદાલતે હાફિઝ સૈયદ વિરુદ્ધ ફેબ્રુઆરીમાં સાઢા પાંચ વર્ષની સજા સંભળાવી હતી. પાકિસ્તાને ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની કાર્યવાહીથી બચવા માટે આ આતંકવાદીઓને જેલમાં નાખ્યા હતા, પરંતુ હવે તેઓ બહાર નીકળી આવ્યા છે. એવામાં ભારત માટે ખતરો વધી ગયો છે. આગલા મહિને આતંકવાદી સમૂહોના ફંડિંગના મામલે એફએટીએફની સમીક્ષા બેઠક છે. પાકિસ્તાન સરકાર તરફથી આ હરકત બાદ એફએટીએફ પાકિસ્તાન માટે હવે શું ફેસલો લે છે તે જોવાનું રહેશે.

ભારતીય સેના અલર્ટ પર

ભારતીય સેના અલર્ટ પર

જણાવી દઈએ કે કોરોના સંક્રમણ વધવાની સાથે જ પાકિસ્તાન તરફથી આતંકીઓની ઘૂષણખોરીની કોશિશ, સીજફાયરના ઉલ્લંઘનના મામલા વધી ગયા છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓમાં તેજીથી વધારો થઈ રહ્યો છે. શનિવારે મોડી રાતે જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે કલાકો સુધી એન્કાઉન્ટર ચાલ્યું, જેમા ંસેનાના 2 ઑફિસર સહિત 5 જવાન શહીદ થઈ ગયા. જ્યારે બે આતંકીઓ ઠાર મરાયા. હવે હાફિઝ સૈયદને છોડી મૂકાયા બાદ સેના વધુ અલર્ટ થઈ ગઈ છે. સીમા પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

જમ્મુ-કાશ્મીરઃ હંદવાડામાં આતંકી અથડામણ, કર્નલ અને મેઝર સહિત 5 જવાન શહીદ, 2 આતંકી ઠાર મરાયાજમ્મુ-કાશ્મીરઃ હંદવાડામાં આતંકી અથડામણ, કર્નલ અને મેઝર સહિત 5 જવાન શહીદ, 2 આતંકી ઠાર મરાયા

English summary
Coronavirus bonus for Pakistani terror groups, Notorious terrorists LeT chief Hafiz Saeed came out of jail under the cover of Corona.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X