ઓબામાની દિકરીઓએ પહેર્યું શોર્ટ સ્કર્ટ તો અમેરિકામાં મચી ગયો હલ્લો
વોશિંગ્ટન, 1 ડિસેમ્બર: ભારતમાં ગૌહર ખાનને એક વ્યક્તિએ માત્ર એ વાત માટે તમાચો ચોડી દીધો કારણ કે તેણે ટૂંકા કપડા પહેર્યા હતા. હવે વાત કરીએ અમેરિકાની, અમેરિકાના પહેલા નાગરિક બરાક ઓબામાની દિકરીઓને હવે કપડાના કારણે મેણા સાંભળવા પડી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે ઓબામાની દિકરીઓ પર જેણે સવાલ ઊઠાવ્યો છે તે પોતે એક મહીલા છે.
રિપબ્લિકન કોંગ્રેસની સીનેટર સ્ટીફન ફિંચરની સ્પોક્સપર્સન એલિઝાબેથ લોટેને જણાવ્યું કે થેંક્સ ગિવિંગના અવસર પર ઓબામાની પુત્રીઓએ એવા કપડા પહેર્યા હતા જાણે કે તે બંને કોઇ બારમાં જઇ રહી હોય.
માલિયા અને સાશાને આપી શીખ
એલિઝાબેથના આ નિવેદન પર અમેરિકામાં બબાલ મચી જવા પામી છે અને હવે તેમને ખૂબ જ ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. શુક્રવારે જ્યારે ઓબામા થેક્સગિવિંગ સ્પીચ આપી રહ્યા હતા, ત્યારે તેમની બંને દિકરીઓ 16 વર્ષની માલિયા અને 13 વર્ષની સાશા તેમની જ નજીક ઊભી હતી. બંનેએ શોર્ટ સ્કર્ટ પહેરેલી હતી.
એલિઝાબેથે પોતાના ફેસબુક એકાઉંટથી એક પોસ્ટ કર્યું છે જેમાં લખ્યું છે કે બંને દિકરીઓનો ટીનએજ એટીટ્યૂડ સ્પષ્ટ ઝળકી રહ્યો છે. એલિઝાબેથે અહીં સુધી લખી નાખ્યું કે બંને બહેનોએ એવા પ્રકારના કપડા પહેર્યા છે જાણે કે તેઓ કોઇ બારમાં જઇ રહી હોય.
લગભગ પોતાની હદોને ભૂલતા એલિઝાબેથે તેમના ઉછેરની રીતો પર પણ સવાલ ઉઠાવી દીધા. એલિઝાબેથે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે છોકરીઓએ થોડું તો પોતાના ક્લાસનો ખ્યાલ રાખવો જોઇએને.

એલિઝાબેથે પોતાની આ પોસ્ટને થોડી વાર બાદ ડિલીટ કરી દીધી, પરંતુ તેમને આના કારણે ખૂબ જ ટીકાઓનો સામનો કરવો પડ્યો. અમેરિકાની એક જાણીતી ટેલિવિઝન અને વકીલ સ્ટાર જોંસે ટ્વીટ કરીને જણાવ્યું છે કે કોઇ પણ વ્યક્તિ કેટલો નીચે પડી શકે છે.
જ્યારે એક બાજુ અમેરિકન નાગરિકે ટ્વિટ કર્યું કે આપને ઓબામાની ટીકાઓ કરવાનો પૂરો અધિકાર છે પરંતુ પ્લીઝ પોતાની મર્યાદાઓનું ધ્યાન રાખો અને બાળકોને આનાથી દૂર જ રહેવા દે.
વ્હાઇટ હાઉસમાં રહેવાની કિંમત ચૂકવી રહેલી ઓબામા ડોટર્સ
મિશેલ અને સાશા વ્હાઇટ હાઉસમાં રહેનારી સૌથી ઓછી ઉંમરની બાળકીઓ છે. સ્વાભાવિક છે કે વ્હાઇટ હાઉસમાં જીવન એટલું સરળ નથી.
જે સમયે બિલ ક્લિંટન રાષ્ટ્રપતિ હતા તે સમયે ચેલ્સીની ઉંમર માત્ર 13 વર્ષ હતી. તેમની માતા હિલેરી ક્લિંટને એક વાર ઇંટરવ્યૂમાં જણાવ્યું હતું કે દરેક નાની વાતનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, અને હંમેશા લોકોની નજરોથી દૂર શાંતિની પળો મેળવવી મુશ્કેલ છે.
બરાક ઓબામા પોતાના અન્ય કાર્યકાળમાં ખૂબ જ ટીકાઓથી ઘેરાયેલા છે. તેમની ઘણી નીતિઓની ખુલીને ટીકાઓ થઇ રહી છે. ઓબામાની દિકરીઓના બહાને તેમની પર પણ નિશાન સાધવાની કોશીશ થઇ રહી છે.












Click it and Unblock the Notifications
