અમેરીકામાં નોકરી મળવી મુશ્કેલ, વીઝાના નિયમો બદલાશે

Posted By:
Subscribe to Oneindia News

એચ-1 બી વીઝામાં મોટા બદલાવ લાવવા માટે અમેરીકન કોંગ્રેસની તરફથી ફરી એક બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ, કોંગ્રેસના બે સદસ્યોની તરફથી રજૂ કરવામાં આવ્યું છે. જો આ બિલ પસાર થઇ ગયું તો બીજા દેશથી અમેરીકામાં નોકરી મેળવાની આશાએ આવનાર લોકોની મુશ્કેલી વધી શકે છે. નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રંપે તેના ચૂંટણી ભાષણોમાં વારંવાર કહ્યું હતું કે તે બીજા દેશોથી નોકરી માટે અમેરીકા આવતા લોકોને બહારનો રસ્તો બતાવશે. ત્યારે આ બિલને પણ ટ્રંપના આ ભાષણ સાથે જ જોડીને જોવામાં આવે છે.

trump


શું થશે બદલાવ?
આ બિલની અન્ય મહત્વની વાતો એ છે કે ન્યૂનતમ પે સ્કેલ પ્રતિવર્ષ એક લાખ ડોલર કરવામાં આવ્યો છે. અને ઓછામાં ઓછી લાયકત તરીકે માસ્ટર ડિગ્રીને નીકળવામાં આવે છે. આ પાછળ કોંગ્રેસના બન્ને સદસ્યોની તેવું છે કે આ બિલ દ્વારા અમેરીકામાં વીઝાના દૂરઉપયોગને અટકાવી શકાય. બિલમાં તેવું કહેવાનું પ્રયાસ કરવામાં આવ્યો છે કે અમેરિકામાં દુનિયાભરના સૌથી શ્રેષ્ઠ લોકો આવે તે સુનિશ્ચિત કરવાનો આ પ્રયાસ માત્ર છે.


મુશ્કેલી કેવી રીતે વધશે?
આ બિલમાં કહેવામાં આવ્યું છે કે અનેક કંપનીઓ બીજા દેશના કર્મચારીઓને ઓછા પગારે અમેરીકામાં નોકરી આપીને તેમનું શોષણ કરી રહી છે. અને ખોટી રીતે કમાણી કરી રહી છે. આ બિલના લાગુ થવાથી આવું થતું અટકશે. સાથએ જ અમેરિકાના લોકોની નોકરીઓ પણ બચશે. અને એક સારી પ્રતિસ્પર્ધા ઊભી થશે. જો કે હાલ તો આ બિલ ચર્ચા હેઠળ છે પણ જો આ બિલ પસાર થયું તો અમેરિકા જવાની આશ રાખતા લોકોને એક રીતે ફટકો જરૂરથી પડશે.

English summary
Now tough to get job in USA H1 B visa reform bill reintroduced by US Congress. This bill will stop the countries to hire employees from other countries in less salary.
Please Wait while comments are loading...