લંડન બ્રિજ પર થયેલી ચાકૂબાજીને આતંકવાદી ઘટના ઘોષિત કરાઈ, 1નુ મોત
લંડનના ઐતિહાસિક બ્રિજ પર ચાકૂબાજીની ઘટના સામે આવી છે. શુક્રવારે થયેલી ચાકૂબાજીને આતંકવાદી ઘટના ઘોષિત કરવામાં આવી છે. સ્કૉટલેન્ડ પોલિસે નકલી વિસ્ફોટક જેકેટ પહેરેલા એક શંકાસ્પદ પોલિસને ગોળી મારવાની પુષ્ટિ કરી છે. લંડન બ્રિજ પર એક શંકાસ્પદ વ્યક્તિએ લોકો પર ચાકૂથી હુમલો કરી દીધો જેમાં 5 લોકો ઘાયલ થઈ ગયા. સૂચના મળતા જ સ્થળ પર પહોંચેલી લંડન પોલિસે એક શંકાસ્પદ વ્યક્તિને મારી દીધો છે. વળી, ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ઈલાજ માટે ભરતી કરવામાં આવ્યા છે.
મેટ્રોપોલિટન પોલિસના આસિસટન્ટ કમિશ્નર નીલ બસુએ કહ્યુ કે એક શંકાસ્પદ જેનુ મોત થઈ ગયુ તેણે આત્મઘાતી જેકેટ પહેર્યુ હતુ પરંતુ તેમાં વિસ્ફોટક નહોતા. પોલિસે કહ્યુ કે ઘણા લોકોને ચાકૂ મારવામાં આવ્યુ છે પરંતુ એ વાત સ્પષ્ટ નહોતી થઈ શકી કે કેટલા લોકો ઘાયલ થયા છે અથવા તેમના જખમ કેટલા ગંભીર છે. બાસુએ પોતાના નિવેદનમાં ઘાયલોની સંખ્યા નથી જણાવી.
તેમણે કહ્યુ, શુક્રવારે બપોરે લગભગ બે વાગે પોલિસને ચાકૂબાજીની ઘટનાની સૂચના મળી. સિટી ઑફ લંડન પોલિસના વિશેષજ્ઞ સશસ્ત્ર અધિકારીઓએ શંકાસ્પદ પુરુષને ગોળી મારી દીધી જેનાથી તેનુ મોત થઈ ગયુ અને હું અંગેની પુષ્ટિ કરી શકુ છુ કે આ શંકાસ્પદનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યુ છે. બ્રિટનના આતંકવાદ વિરોધી અધિકારીઓએ તપાસ પોતાના હાથમાં લઈ લીધી છે અને ઘટનાને હવે આતંકવાદી ઘટના ઘોષિત કરી દેવામાં આવી છે.
United Kingdom: London Bridge cordoned off after a stabbing incident nearby. London Metropolitan Police says, "A man has been detained by police. We believe a number of people have been injured". pic.twitter.com/Xbp8waW0wo
— ANI (@ANI) 29 November 2019
વળી, બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસને ટ્વીટ કરીને કહ્યુ કે તે ઘટના વિશે સતત માહિતી લઈ રહ્યા છે. તેમણે લખ્યુ, 'લંડન બ્રિજની ઘટના વિશે મને સતત મહિતી આપવામાં આવી રહી છે. હું પોલિસ અને બધી ઈમરજન્સી સેવાઓને તાત્કાલિક હરકતમાં આવવા માટે આભાર માનુ છુ.' તમને જણાવી દઈએ કે લંડન બ્રિજ એ વિસ્તારોમાં છે જૂન 2017માં આઈએસઆઈએસથી પ્રેરિત આતંકી હુમલો થયો હતો જેમાં 11 લોકોના મોત થયા હતા.
આ પણ વાંચોઃ હૈદરાબાદઃ મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ-હત્યા બાદ વધુ એક મહિલાનો મૃતદેહ મળ્યો