ઈરાન યુદ્ધ વચ્ચે ઓમાન નજીક ઓઇલ ટેન્કર પર હુમલો, ભારતીય ક્રૂ મેમ્બરનું મોત
ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષની વચ્ચે ઓમાનના દરિયાકાંઠે મોટી દુર્ઘટના ઘટી છે. ઓમાન તટ પાસે એક ઓઈલ ટેન્કર પર થયેલા હુમલામાં એક ભારતીય ક્રૂ મેમ્બરે જીવ ગુમાવ્યો છે.
મૃતક યુવાનની ઓળખ દીક્ષિત સોલંકી તરીકે થઈ છે, જે મૂળ દીવના ખારવા સમાજનો વતની હતો. દીક્ષિતનો પરિવાર હાલ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં સ્થાયી થયેલો છે અને આ સમાચારથી શોકમાં ગરકાવ છે.

હુમલાના કારણે જહાજના એન્જિન રૂમમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને ત્યારબાદ ભીષણ આગ લાગી હતી. આ હુમલામાં જહાજને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સત્તાવાર અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે.
દુર્ઘટના સમયે જહાજ પર કુલ 21 ક્રૂ મેમ્બર સવાર હતા, જેમને MV SAND દ્વારા સુરક્ષિત બચાવી લેવાયા છે. રેસ્ક્યુ કરાયેલા લોકોમાં 16 ભારતીય, 4 બાંગ્લાદેશી અને 1 યુક્રેનિયન નાગરિકનો સમાવેશ થાય છે.
આ ભયાનક હુમલો પોર્ટ સુલ્તાન કાબૂસના દરિયાઈ વિસ્તારમાં થયો હોવાનું સામે આવ્યું છે. હાલમાં રોયલ નેવી દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા આ જહાજ પર સતત દેખરેખ અને સુરક્ષા રાખવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
