ઓમાનના તટ પર ઓઈલ ટેન્કર પલટ્યુ, નેવીએ 8 ભારતીયો સહિત 9 ક્રૂને બચાવ્યા
Oman Coast Oil Tanker: કોમોરોસ-ધ્વજવાળું એમટી ફાલ્કન પ્રેસ્ટિજ જહાજ ઓમાનના દરિયાકાંઠે પલટી જતાં નવ ક્રૂ સભ્યો પૈકી આઠ ભારતીયોને બચાવી લેવાયા હતા. આ વેપારી જહાજમાં કુલ 25 ક્રૂ મેમ્બર સવાર હતા, જેમાંથી 13 ભારતીય હતા.
ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS તેગે બચાવ કામગીરી હાથ ધરી હતી, જેમાં એક શ્રીલંકન અને આઠ ભારતીય ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. નૌકાદળે શોધ અને બચાવ કામગીરી હાથ ધરવા માટે ઓમાની જહાજો અને કર્મચારીઓ સાથે તેના દરિયાઈ સર્વેલન્સ એરક્રાફ્ટ P-8Iને પણ તૈનાત કર્યા છે.

ઓમાનમાં ભારતીય દૂતાવાસે ટ્વિટર પર પોસ્ટ કર્યું છે કે દૂતાવાસ 15 જુલાઈના રોજ ઓમાનના દરિયાકાંઠે પલટી ગયેલા એમટી પ્રેસ્ટિજ ફાલ્કન માટે ઓમાની સત્તાવાળાઓ અને ભારતીય નૌકાદળ સાથે SAR ઑપ્સનું સંકલન કરી રહ્યું છે. INS તેગ દ્વારા આજે 8 ભારતીયો સહિત 9 ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા છે. બાકીના લોકોની શોધખોળ ચાલુ છે.
જહાજે 14 જુલાઈના રોજ રાત્રે 10 વાગ્યે ઓમાનના દરિયાકાંઠે ડિસ્ટ્રેસ કોલ મોકલ્યો હતો. પ્રેસ્ટિજ ફાલ્કન રાસ મદ્રકાહના દક્ષિણ-પૂર્વમાં 25 નોટિકલ માઇલ દૂર પલટી મારી ગયું. તે દુકમના ઓમાની બંદર પાસે છે.
આ 117 મીટર લાંબુ ઓઈલ પ્રોડક્ટ ટેન્કર 2007માં બનાવવામાં આવ્યું હતું. LSEG ડેટા અનુસાર, ફાલ્કન પ્રેસ્ટિજ એડનનાં યમન બંદર તરફ જઈ રહ્યું હતું.
એએનઆઈના અહેવાલ મુજબ, ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS તેગ અને દરિયાઈ સર્વેલન્સ એરક્રાફ્ટ P-8Iને ઓમાની જહાજો અને કર્મચારીઓ સાથે શોધ અને બચાવ મિશન માટે તૈનાત કરવામાં આવ્યા હતા. INS તેગ એ વિસ્તારમાં ઓપરેશનલ ટર્નઅરાઉન્ડ કરી રહી હતી જ્યાંથી તેણે 15 જુલાઈના રોજ શોધ અને બચાવ મિશન હાથ ધરવા માટે નિર્દેશિત કરવામાં આવ્યો હતો. નૌકાદળના યુદ્ધ જહાજે 16 જુલાઈએ ટેન્કરને શોધી કાઢ્યું હતું.
Embassy is coordinating SAR ops with Omani authorities and @indiannavy for MT Prestige Falcon, a Comoros flagged vessel that capsized off the coast of Oman on July 15th.
— India in Oman (Embassy of India, Muscat) (@Indemb_Muscat) July 17, 2024
9 crew including 8 Indians have been rescued today by INS Teg. Search for the remaining survivors continues.
-
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત






Click it and Unblock the Notifications
